શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉત્તરાયણ
Written By
Last Modified: શુક્રવાર, 13 જાન્યુઆરી 2017 (12:00 IST)

શનિવારે સૂર્ય આવી રહ્યા છે શનિના ઘરમાં, ખતરનાક સ્થિતિથી બચવા માટે કરો આ ઉપાય

14 જાન્યુઆરી શનિવારે મકર સંક્રાંતિ પર્વ છે. આ વખતની સંક્રાંતિ અત્યાધિક મહત્વપૂર્ણ છે કારણ કે સૂર્ય દેવનો શનિવારના દિવસે પોતાના પુત્ર શનિના ઘરમાં આવવાનુ થશે. સૂર્યના સારા પ્રભાવ માટે મકર સંક્રાંતિ પર્વ પર સૂર્ય આરાધના અને શનિ ઉપાસનાનો અત્યાધિક મહત્વ બતાવ્યુ છે.  આ વિશેષ પર્વ પર વિશિષ્ટ પૂજન અને ઉપાય કરવાથી જીવન પર સકારાત્મક પ્રભાવ પડી શકે છે. ખતરનાક સ્થિતિથી બચવા માટે રાશિ મુજબ કરો ઉપાય.. 
 
મેષ - ભગવાન સૂર્ય નારાયણ અને સૂર્ય યંત્રનુ પૂજન કરો 
વૃષભ - ધૈર્યથી કામ લો. ઉગ્ર ન બનશો. રાજનીતિ, પીઆર, સમાજ સેવા અને માસ મીડિયા સાથે જોડાયેલા જાતક ફૂંકી ફૂંકીને ડગ મુકે. 
 
મિથુન - તમારી ચારે બાજુ પૈની દ્રષ્ટિ મુકો. જીવનમાં આવનારી મુસીબતોથી મુક્તિ મેળવવા માટે શિવ યંત્રની પૂજા કરો. 
 
કર્ક - કોઈ રોગની ચપેટમાં આવતા મેડિકલ ટ્રીટમેંટ સાથે આગળ વધો. શેર બજારમાં રોકાણ કરતા પહેલા જ્યોતિષિય સલાહ સાથે આગળ વધો. 
 
સિંહ - સ્ફટિક શિવલિંગ પર કાચુ દૂધ અર્પણ કરો. 
 
કન્યા - કોઈ પર પણ આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો 
 
તુલા - સ્વભાવમાં વિનમ્રતા લાવો 
 
વૃશ્ચિક - શનિ સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરો. શનિ સાઢેસાતી યંત્રની પૂજા કરવાથી લાભ થશે. 
 
ધનુ - શનિ દેવને ખુશ કરવા માટે સાઢેસાતી યંત્રની પૂજા કરો 
 
મકર - આળસનો ત્યાગ કરો 
 
કુંભ - હનુમાન ચાલીસા અથવા હનુમાન યંત્રનુ પૂજન કરો 
 
મીન - ગાયને ચારો ખવડાવો 
 
સૂર્ય નારાયણ અને શનિવેદનો આશીર્વાદ એકસાથે પ્રાપ્ત કરવા માટે બધા 12 રાશિઓના વ્યક્તિ આ ઉપાય કરી શકે છે 
 
- અડદ દાળની ખિચડી દાન કરો અને ખુદ પણ ખાવ 
- સરસવના તેલમાં મીઠી પૂરી બનાવીને કાળા કૂતરાને ખવડાવો 
- કાળા તલનું દાન કરો 
- તલથી બનેલી વસ્તુઓનું દાન કરો અને બધા પરિવારના સભ્ય મળીને ખાવ 
- કાળા રંગના કપડાંનું દાન કરો 
- ગરીબને ધાબળાનું દાન કરો