1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. વેલેંટાઈન ડે
Written By વેબ દુનિયા|

મેરે દિલમે આજ ક્યા હૈ...........

N.D
દરેક માણસને ભગવાને એક નાનકડુ દિલ આપ્યુ છે, આ દિલને આગળ ભલભલા મજબૂર થઈ જાય છે. જ્યારે આ નાનકડાં દિલમાં કોઈ વસી જાય છે તો આપણી ઉંધ હરામ થઈ જાય છે. જો ભણતા હોય તો અભ્યાસમાં ધ્યાન નથી લાગતુ, કોઈ પણ કામમાં મન નથી લાગતુ, જરાક ખાલી બેસીએ તો દિલમાં વસેલા મહેબૂબનો ચહેરો સામે આવીને ઉભો થઈ જાય છે. હવે તો દિલ એ જાણવા બેચેન થઈ જાય છે કે જેના વિશે દિલમાં આટલો પ્રેમ છે તેને પણ કાંઈક છે કે નહી.

જ્યારે આપણા દિલમાં કોઈ વસી જાય તો આપણો વ્યવ્હાર અને વાણી એવી થઈ જાય છે કે તેનો મહ્દ અંશે એ વ્યક્તિને તો અંદાજ આવે જ જાય છે, છતાં એકરાર કરવો તો જરૂરી છે જ. કેટલીવાર એવુ થાય છે કે આજે કહી દઉ, હમણા કહી દઉ, ઘણીવાર આપણને કેટલીય તક મળે છે અને આપણે ચૂકી જઈએ છીએ ત્યારે ઘણો અફસોસ થાય છે. પ્રેમમાં એક વાત નક્કી છે કે તમે જેણે પ્રેમ કરતા હોય તેને જણાવી દેવુ જોઈએ, કારણકે આ ફાસ્ટ દુનિયામાં કહેવુ મુશ્કેલ છે કે ક્યારે કોણ બાજી મારી જાય.

તમારી ગર્લફેન્ડને તમે કેવી રીતે પ્રપોઝ કરશો તે અંગે અહીં અમે થોડીક ટીપ્સ આપી છે. તે અજમાવી જુઓ.
N.D

1) તમારી ગર્લફ્રેંડને જો રોમાંસથી ભરેલી રમતો પસંદ હોય જેવી કે રૉક ક્લાઈંબિંગ પછી પહાડની ચોટી પર જીને તમે તમારા પ્રેમનો એકરાર કરી શકો છો.

2) તમારામાં વધુ હિમંત હોય તો તમારી ગર્લફ્રેંડની સાથે ફિલ્મ જોવા જવાનો પ્લાન બનાવો અને ફિલ્મની વચ્ચે તમારો પોતાનો વીડિયો પ્લે કરવાની વ્યવસ્થા કરાવો, જેમાં તમે તમારી ગર્લફ્રેંડને જીંદગીભર સાથ આપવાનો સવાલ કરી રહ્યા છો.

3) જે રસ્તે તમારી ગર્લફેંડ રોજ જતી હોય, તે રસ્તે એક હોર્ડિગ ભાડેથી લઈને તેના પર તમે એવુ લખાવી શકો છો - 'સપના વિલ યૂ મેરી મી ? તમારો આ અંદાજ તમારી પ્રિયતમાને જરૂર ગમશે.

4) વરસાદની ઋતુમાં તમારી ગર્લફ્રેંડને ઝરમર વરસાદમાં લોંગ ડ્રાઈવ લઈ જાવ અને એ રોમાંટિક વાતાવરણમાં તેને લગ્ન કરવા માટે પ્રપોઝ કરો.

5) વેલેંટાઈન ડે થી સારો દિવસ પ્રપોઝ કરવા માટે નથી હોઈ શકતો. તમે આ દિવસે તમારી ગર્લફ્રેંડને પોતાના પ્રેમની એક ખાસ ભેટ આપો. કોઈ ભેટ કે ફૂલોનો ગુલદસ્તો કે કાર્ડ નહી પણ તમારી જાતને સમર્પિત કરો. અને તમારી જીવન સંગિની બનાવવાનો પ્રસ્તાવ મૂકો.