1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ ગુજરાતી
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: બુધવાર, 3 એપ્રિલ 2024 (15:10 IST)

Tulsi Manjari - ગ્રહ-વાસ્તુ દોષ દૂર કરે છે તુલસીની માંજર, ફેંકતા પહેલા જાણી લો તેને વાપરવાની રીત, ઘરમાંથી નેગેટિવીટી થશે દૂર

tulsi manjar
tulsi manjar
ઘરમાં તુલસીનો છોડ પોઝીટીવીટી અને સંપન્નતાને આકર્ષિત કરે છે. 
તુલસીની મંજરી પાણીમાં નાખીને ન્હાવુ શુભ માનવામાં આવે છે 
 
Tulsi Ni Manjari Na Upay : સનાતન ધર્મને માનનારા બધાના ઘરે તુલસીની પૂજા થાય છે ઘરની બહાર કે પછી આંગણમાં તુલસીનો છોડ લગાવવાનો હોય છે. તુલસીના ધાર્મિક મહત્વ સાથે તેનુ આયુર્વેદિક મહત્વ પણ છે.  તુલસી અનેક પ્રકારની બીમારીઓને દૂર કરવામાં સહાયક છે.  તુલસીનો ઉપયોગ પૂજા ઉપરાંત અનેક રૂપમાં કરવામાં આવે છે. જેવી કે તુલસીની લાકડીનો ઉપયોગ હવનમાં કરવામા આવે છે.  કે પછી તેના લાકડીની માળા બનાવવામાં આવે છે.  અનેકવાર તમે જોયુ હશે કે તુલસીમાં ફળ આવે છે. તુલસીના આ ફળને માંજર કહે છે. આપણે આ માંજરને તોડીને ફેંકી દઈએ છીએ. પણ શુ તમે જાણો છો તેને તોડીને શુ કરવુ જોઈએ.  આવો જાણીએ 
 
હિન્દુ ધર્મમાં તુલસીનુ ખૂબ વધુ મહત્વ માનવામાં આવ્યુ છે. તુલસીનુ જેટલુ મહત્વ ધાર્મિક રૂપથી શાસ્ત્રોમાં બતાવ્યુ છે તેનુ જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં પણ સ્થાન બતાવ્યુ છે. તુલસીની પૂજા સાથે જોડાયેલા અનેક નિયમ પણ છે. જેનુ પાલન કરવુ અનિવાર્ય છે. ધાર્મિક ગ્રંથોમાં તુલસીની જડથી લઈને તેના પાન અને માંજર વિશે વિસ્તારપૂર્વક બતાવ્યુ છે. 
 
તુલસીના માંજરનુ શુ કરવુ જોઈએ ?
તુલસી પર માંજર આવે તેને તોડીને ફેંકવુ ખોટુ માનવામાં આવે છે. મંજરી આવતા તેની સાથે જોડાયેલ 3 કામ કરવા  જોઈએ. આ કામ કરવાથી ઘર ધન ધાન્યથી ભરપૂર રહે છે. જ્યારે તુલસીમા  માંજરી આવે તો તરત તેને તોડી લો પણ તેને ફેંકશો નહી.  લાલ કપડામાં લપેટીને મંદિરમાં મુકી દો. આ ઉપરાંત તમે મંજરીને ઘરકે તિજોરીના પૂર્વ દિશામાં મુકે શકો છો. આવુ કરવાથી ઘનના સ્ત્રોત ખુલશે અને ધન લાભ થશે. 
 
 તુલસીના માંજરને આ વસ્તુઓમાં નાખો 
 
  તુલસીની માંજર આ વસ્તુઓમાં નાખો 
 
1. તુલસીની માંજર ને સ્નાન કરવાના પાણીમાં નાખીને સ્નાન કરો. આવુ કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ગ્રહ દોષથી પણ મુક્તિ મળે છે. 
2. તુલસીની માંજરને હંમેશા તમારા પીવાના પાણીમાં પણ નાખો. 
3. તુલસીની માંજરને પ્રગટાવી શકો છો. તેનાથી ઘરમા શુભ્રતા આવે છે. 
4. ઘરમાં દીવો પ્રગટાવતી વખતે તેમા માંજર નાખે દો. જો તમે આવુ કરો છો તો તમારા ઘરની નેગેટિવ એનર્જી દૂર થશે. 
5 કોઈ પણ શુભ દિવસ પર ગંગાજળમાં માંજરને મિક્સ કરી રાખો અને અઠવાડિયામાં 2 દિવસ તેને ઘરમાં છાંટી લો. આમ કરવાથી તમારા ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર થશે.