ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: સોમવાર, 23 ડિસેમ્બર 2019 (15:40 IST)

પૈસાની તંગી દૂર કરવા સુધારો બાથરૂમનુ વાસ્તુ Interior

આજે અમે આપને જણાવીશુ બાથરૂમને લગતી કેટલીક જરૂરી વાસ્તુ ટિપ્સ વિશે માહિતી.. કોઈપણ ઘરનુ બાથરૂમ એ ઘરના વાસ્તુમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. શુ તમે જાણો છો કે તમારા ઘરનુ લેટ બાથ તમારા જીવન પર સીધી અસર નાખે છે. જો બાથરૂમ યોગ્ય દિશામાં ન હોય તો આર્થિક તંગી અને બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.   જાણો બાથરૂમ સાથે જોડયેલ કેટલાક ખાસ ઉપાય જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરી શકે છે  પૈસાની તંગી દૂર કરી શકે છે અને ઘરને પોઝીટીવ બનાવી શકે છે. 
 
 
લેટ બાથનો વાસ્તુદોષ - મોટાભાગના લોકો ઘરના બાથરૂમની સ્થિતિ પર વધુ વિચાર નથી કરતા. જ્યારે કે અનેકવાર બાથરૂમના વાસ્તુદોષની ખરાબ અસર આપણી આર્થિક સ્થિતિ પર પણ પડે છે. જો ઈશાન એટલે કે ઉત્તર પૂર્વમાં લેટ બાથ હોય તો ઘરમાં હંમેશા બીમારીઓ ઘર કરી લે છે.  ઘરની આર્થિક સ્થિતિ પણ ઠીક રહેતી નથી.  બધુ રહેતા પણ પૈસાની તંગી કાયમ રહે છે. 
 
નળમાંથી પાણી ટપકવુ - જો કોઈ વ્યક્તિના ઘરમાં બાથરૂમનો નળ કે કોઈ અન્ય સ્થાનનો નળ સતત ટપકટો રહે છે તો આ નાની વાતને વાસ્તુમાં ગંભીર દોષ બતાવાય રહ્યો છે.  એવુ માનવામાં આવે છે કે જેમ જેમ નળમાંથી પાણી ટપકતુ રહે ચેહ તેમ તેમ ઘરમાં ધનનો વ્યય થતો રહે છે. આવા ઘરમાં કાયમ પૈસાની તંગી રહે છે. 
 
તમારા ઘરમાં પાણીનો બગાડ અનેક પ્રકારના વાસ્તુ દોષ ઉભા કરે છે. આ દોષનો સીધો પ્રભાવ આપણા સ્વાસ્થ્ય પર અને આર્થિક જીવન પર પડે છે. તેથી પાણીનો બગાડ રોકવો જોઈએ.  સતત ટપકતા નળને તરત જ ઠીક કરાવી લેવા જોઈએ. 
 
 
ટાંકી બનાવો આ દિશામાં 
 
 
ટપકતા નળને રિપેયર કરાવવાની સાથે જ જરૂરી છે તમારા ઘરની પાણીની ટાંકી પણ યોગ્ય દિશામાં હોવી જોઈએ.  પાણીની ટાંકીની નિયમિત સફાઈ કરાવો.  ઘરમાં ક્યાય પણ ભેજ હોય તો તેનો યોગ્ય ઉપાય કરાવો.  આવુ કરવાથી તમારા ઘર અને પરિવારના સભ્યોની ઘણી બધી આર્થિક પરેશાનીઓ દૂર  થઈ જશે.  
 
ગીઝરનુ સ્થાન - ગીઝર જેવા વિદ્યુત ઉપકરણ અગ્નિ સાથે સંબંધિત છે. તેથી તેને બાથરૂમના અગ્નિ ખૂણામાં લગાવો. બાથરૂમમાં એક મોટી બરી અને એક્ઝોસ્ટ ફૈન માટે જુદુ સ્થાન જરૂર હોવુ જોઈએ.  બાથરૂમમાં ડાર્ક રંગની ટાઈલ્સ ન લગાવશો. હંમેશા સાધારણ રંગની ટાઈલ્સનો ઉપયોગ કરો. 
 
બાથરૂમનો દરવાજો બેડરૂમમાં ખુલતો હોય તો આ રાખો ધ્યાન 
 
જો બાથરૂમનો દરવાજો બેડરૂમમાં જ ખુલે છે તો તેને હંમેશા ખુલ્લો મુકવાથી બચવુ જોઈએ. બાથરૂમની બહાર એક પડદો પણ લગાવી શકાય છે. બેડરૂમમા બાથરૂમ ન હોવુ જોઈએ. બેડરૂમ અને બાથરૂમની ઉર્જાઓનુ પરસ્પર આદાન પ્રદાન આપણા સ્વાસ્થ્ય માટે સારુ હોતુ નથી.