શનિવાર, 27 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ ગુજરાતી
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 1 ડિસેમ્બર 2023 (10:59 IST)

Bhojan Rules- આ રીતે ભોજન કરવાથી વધે છે ઋણ, લક્ષ્મી નારાજ રહે છે

food
Bhojan Rules- શાસ્ત્રો અનુસાર, આર્થિક સમસ્યાઓ અને નોકરી અથવા વ્યવસાયમાં નિષ્ફળતાનું કારણ આપણાથી જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલો પણ હોઈ શકે છે. આમાંની એક ભૂલ જમતી વખતે થાય છે. વાસ્તુશાસ્ત્રમાં ભોજન સંબંધિત કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે.
 
જે ઘરોમાં પથારી પર બેસીને ભોજન કરવામાં આવે છે ત્યાં ગરીબી ફેલાય છે. વાસ્તુ અનુસાર, પથારી પર બેસીને ભોજન કરવાથી સ્વાસ્થ્યની સાથે-સાથે પૈસાની પણ હાનિ થાય છે અને વ્યક્તિ ધીરે ધીરે દેવામાં ડૂબી જાય છે. માતા લક્ષ્મી તેમનાથી નારાજ રહે છે.
 
 
ભીષ્મ પિતામહ કહે છે કે ભોજન થાળીને ભૂલથી પણ તેને ઓળંગવી ન જોઈએ. જો કોઈ અજાણ કે જાણીને તેને ઓળંગી જાય તો તે થાળીમના ભોજનને કાદવ માનીને તેમજ છોડી દેવા જોઈએ. આવુ ભોજન શરીર માટે નુકશાનકારી હોય છે. 
 
ભીષ્મ પિતામહ કહે છે કે ભોજનની જે થાળીમાં વાળ પડી જાય તો તે ભોજન ખાવા યોગ્ય નથી હોતુ. એવા ભોજનને છોડવું વધુ સારું છે. આવુ કરવાથી ઘરમાં દરિદ્રતા અને સ્વાસ્થ્ય હાનિ થાય છે.
 
, ભોજન લેતી વખતે જૂતા અને ચપ્પલ ન પહેરવા જોઈએ. તેનાથી માતા અન્નપૂર્ણા અને લક્ષ્મીનું અપમાન થાય છે. આમ કરવાથી પૈસાની તંગી દૂર થશે. દેવાનો બોજ વધે છે