બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : ગુરુવાર, 9 નવેમ્બર 2023 (06:42 IST)

Dhanteras 2023: ધનતેરસ પર ભૂલથી પણ ન ખરીદો આ 5 વસ્તુઓ, નહી તો દેવી લક્ષ્મી થશે નારાજ અને જતી રહેશે સુખ-સમૃદ્ધિ

dhanters shopping
dhanters shopping
Dhanteras vastu tips: ધનતેરસનો તહેવાર કારતક મહિનાની કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના રોજ ઉજવા છે. આ વર્ષે ધનતેરસ 10 નવેમ્બરના રોજ છે. આ દિવસે તમરાઅ સામર્થ્ય મુજબ દરેક વ્યક્તિએ કોઈને કોઈ વસ્તુ જરૂર ખરીદે છે.  જોકે ધનતેરસના દિવસે લોકો સોનુ-ચાંદીની ખરીદી કરે છે.  જેથી તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રહે. એવુ કહેવાય  છે કે ધનતેરસના શુભ દિવસ પર સોનુ ચાંદી અને વાસણ ખરીદવાથી આખો વર્ષ સંપન્નતા કાયમ રહે છે. બીજી બાજુ ધનતેરસ પર કેટલી વસ્તુઓ ખરીદવાથી બચવુ જોઈએ. એવી માન્યતા છે કે આ વસ્તુઓ ખરીદવાથી માતા લક્ષ્મી રિસાય જાય છે અને ઘરમા આર્થિક સંકટ ઉભુ થઈ શકે છે.  આવો જાણીએ જ્યોતિષ અનિરુદ્ધ જોશી પાસેથી કે ધનતેરસ પર કંઈ વસ્તુઓ ન ખરીદવી જોઈએ. 
 
લોખંડની વસ્તુઓ: જ્યારે ધનતેરસ પર ખરીદી કરવાની છૂટ છે, ત્યારે કેટલીક એવી વસ્તુઓ છે જે ખરીદવા પર પણ પ્રતિબંધ છે. જ્યોતિષ અનુસાર ધનતેરસ પર લોખંડની બનેલી વસ્તુઓ ન ખરીદવી જોઈએ. વાસ્તવમાં આયર્નનો સીધો સંબંધ રાહુ અને કેતુ સાથે છે. આવી સ્થિતિમાં ધનતેરસના દિવસે લોખંડની બનેલી વસ્તુઓ ઘરમાં લાવવાથી રાહુ ગ્રહની અશુભ છાયા પડી શકે છે. આમ કરવાથી ઘરમાં સમસ્યાઓ વધવા લાગે છે.
 
કાચની વસ્તુઓ: ધનતેરસના દિવસે વાસણો અથવા કાચની અન્ય વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે. આ ઉપરાંત એવું માનવામાં આવે છે કે કાચની વસ્તુઓનો પણ સીધો સંબંધ રાહુ ગ્રહ સાથે છે. રાહુ ગ્રહનો ઘરમાં પ્રવેશ દરિદ્રતા તરફ દોરી જાય છે. જેના કારણે બનતા કામ પણ બગડવા માંડે છે
 
સ્ટીલ ખરીદવાનું ટાળોઃ ધનતેરસ પર વાસણો ખરીદવાની પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે. સ્ટીલ પણ લોખંડનું બીજું સ્વરૂપ છે, તેથી કહેવાય છે કે ધનતેરસના દિવસે સ્ટીલના વાસણો પણ ન ખરીદવા જોઈએ. સ્ટીલને બદલે તાંબા કે કાંસાના વાસણો ખરીદી શકાય છે.
 
કાળા રંગની વસ્તુઓ - ધનતેરસના દિવસે કાળા રંગના કપડા કે પછી અન્ય કોઈ વસ્તુ ખરીદીને ઘરે લાવવાથી બચવુ જોઈએ.  ઉલ્લેખનીય છે કે કાળો રંગ હંમેશાથી દુર્ભાગ્યનુ પ્રતિક માનવામાં આવે છે.  જો તમે કાળા રંગના કપડા પહેરો છો તો તમારી કુંડળીમાં શનિ દેવ હાવી થઈ શકે છે. આ જ કારણ છે કે ધનતેરસ પર કાળા રંગની વસ્તુઓ ન ખરીદવી જોઈએ. 
 
અણીદાર વસ્તુઓ - ધનતેરસ પર જો તમે ખરીદી કરવા નીકળ્યા છો તો ચપ્પુ, કાતર અને બીજા ધારદાર હથિયારોને ખરીદવાથી બચવુ જોઈએ. આવુ કરવાથી મા લક્ષ્મી અને ધનના દેવતા કુબેર નારાજ થાય છે. જેનાથી ધન સંકટ ઉભી થાય છે. ઘરમાં નકારાત્મક શક્તિઓ વાસ કરે છે. 


Edited by - Kalyani Deshmukh