શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : બુધવાર, 8 નવેમ્બર 2023 (14:08 IST)

Dhanteras 2023 - ધનતેરસ પર ધનવૃદ્ધિ માટે 13 વાર કરો આ ઉપાય, જાણો આ દિવસે 13 સંખ્યાનુ મહત્વ

dhanteras
dhanteras
Dhanteras 2023 Date: સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધનવંતરિ અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. આ દિવસને ધનતેરસના રૂપમાં ઉજવાય છે. કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના દિવસે ધનતેરસના રૂપમાં ઉજવાય છે. કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદિશી તિથિના દિવસે ધનતેરસ પર કુબેર દેવ, મા લક્ષ્મી, આયુર્વેદના જનક ભગવાન ધનવંતરિની પૂજા કરી ધન-સમૃદ્ધિની કામના કરવામાં આવે છે.  આ દિવસથી દિવાળી 5 દિવસનો તહેવાર શરૂ થઈ જાય છે. આ વર્ષે ધનતેરસ 10 નવેમ્બર 2023ના રોજ છે. આ દિવસે 13 અંકનુ વિશેષ મહત્વ છે.  જાણો ધનતેરસ પર ક્યા કામ 13 વારની સંખ્યામાં કરવા જોઈએ, તેનથી શુ લાભ મળે છે. 
 
ધનતેરસ પર 13 સંખ્યાનુ મહત્વ  (Dhanteras Significance)
 
ધન એટલે સમૃદ્ધિ અને તેરસ એટલે તેર દિવસ. ધનતેરસનો તહેવાર ધન અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. આ દિવસે દેવી લક્ષ્મી અને કુબેર દેવની પૂજા કરવાથી ખરીદી કરવાથી ધન અને વસ્તુમાં 13 ગણો વધારો થાય છે. સાથે જ ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી તેર ગણો સ્વાસ્થ્ય લાભ મળે છે. તેથી આ દિવસે 13 અંક શુભ માનવામાં આવે છે.
 
ધનતેરસના દિવસે 13ની સંખ્યામાં કરો આ ઉપાય  (Dhanteras Upay)
 
13 કોડીઓ  - આર્થિક લાભ માટે, ધનતેરસના દિવસે, પ્રદોષ કાળમાં, 13 કોડીને હળદરમાં રંગી નાખો અને પૂજામાં લક્ષ્મી અને કુબેર ભગવાનને અર્પણ કરો અને પછી આ કોડીને રાત્રે ઘરના જુદા જુદા ખૂણામાં દાટી દો. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં બરકતનો વાસ થશે, લક્ષ્મી આકર્ષાય થાય છે અને ધનની ક્યારેય કમી થતી નથી.  
 
13 દીપક - પ્રકાશનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે. આ દિવસે સાંજે 13 દીવા પ્રગટાવો અને તેને ઘર અને આંગણાની બહાર મુકી દો. આ ઉપાયથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેનાથી નોકરી અને ધંધામાં આવતા અવરોધો દૂર થાય છે. ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.
 
વાસણમાં 13 ધાણા - એવું કહેવાય છે કે ભગવાન ધનવંતરિ ઉત્પન્ન થયા હતા ત્યારે તેમના હાથમાં એક પિત્તળનો કળશ હતો.  તેથી ધનતેરસના દિવસે પિત્તળનું વાસણ ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે લોકો ખરીદેલા વાસણોમાં લોકો અનાજ, ધાણા વગેરે ભરીને મુકે છે. એવું માનવામાં આવે છે કે આવુ કરવાથી ઘરમાં સદૈવ અન્ન અને ધનનો ભંડાર ભરેલો રહે છે. આ દિવસે ચાંદીના વાસણો ખરીદવા પણ શુભ ફળદાયી છે.
 
13 સિક્કા - ધનતેરસ પર સામાન્ય રીતે લોકો સોના-ચાંદી કે ધરેણા કે સિક્કા ખરીદે છે. આવામાં આ દિવસે એક નવો ચાંદીનો સિક્કો અને જો જૂના સિક્કા હોય તો તેને હળદરથી રંગો અને પછી દેવી લક્ષ્મીના ચરણોમાં અર્પિત કરો. કહેવાય છે કે તેનાથી ઘરમાં લક્ષ્મીજી રોકાય છે. આર્થિક તંગી અને કર્જથી જલ્દી છુટકારો મળી જાય છે. 
 
13 વસ્તુઓનુ દાન - ધનતેરસના દિવસે અન્ન, વસ્ત્ર, દીવા, લોખંડ, નારિયળ, મીઠાઈ વગેરે વસ્તુઓનુ દાન કરવુ અતિ શુભ હોય છે. તેનાથી ધન-સંપદામાં વૃદ્ધિ થાય છે. એવુ કહેવાય છે કે ધનતેરસ પર જો આ વસ્તુઓનુ 13ની સંખ્યામાં દાન કરવામાં આવે તો દુર્ભાગ્ય ક્યારેય નિકટ આવતુ નથી  
 
13 વાર મંત્રનો જાપ -  ૐ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન્ય ધન્યાધિપતયે ધન ધાન્ય સમૃદ્ધિ મે દેહિ દાપય દાપય સ્વાહા.  આ કુબેર દેવનો મંત્ર છે. માન્યતા છે કે ધનતેરસના દિવસે 13 વાર કુબેર મંત્રનો જાપ કરવાથી અપાર ધન પ્રાપ્ત થાય છે. 
 

Edited by - Kalyani Deshmukh