1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શનિવાર, 9 સપ્ટેમ્બર 2017 (18:02 IST)

વાસ્તુશાસ્ત્ર - કામકાજમાં જોઈએ જલ્દી પ્રોગ્રેસ, તો અપનાવો આ 4 ઉપાય

કામ-ધંધામા પ્રોગ્રેસ મેળવવાનું સપનુ દરેક જુએ છે.  વધુથી વધુ લાભ મેળવવા માટે લોકો દિવસ અને રાત મહેનત કરે છે. પણ કેટલીક પરેશાનીને કારણે સફળતા મળતી નથી. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાય બતાવ્યા છે જેને અપનાવી શકાય છે.  અમે અહી તમને ચાર એવા સરળ ઉપાય બતાવવા જઈ રહ્યા છે જેને અપનાવીને તમે તમારા બિઝનેસમાં સફળતા મેળવી શકો છો. 
 
 
1. જો તમે ભોજન કે અન્ન સાથે સંબંધિત કોઈ વ્યવસાય કરો છો જેવુ કે હોટલ, રેસ્ટોરેંટ વગેરે તો તમે તમારા સંસ્થાનમાં ગાય અને વાછરડાની મૂર્તિ મુકવી જોઈએ. એવુ માનવામાં આવે છે કે તેનાથી તમારા વ્યવસાયનો પ્રોગ્રેસ થવામાં મદદ મળે છે. 
 
2. જો તમારો વ્યવસાય જ્વેલરી મતલબ સોના અને ચાંદીના ઘરેણાનો છે તો તમારા બેડરૂમમાં ચાંદીથી બનેલુ મોરપંખ ટાંગી શકો છો. તેનાથી ધંધામાં બરકત આવશે. 
 
3. જો તમે ગાડીઓ સાથે સંબંધિત કોઈ બિઝનેસ કરો છો તો તમારા શોરૂમમાં ભગવાનના પૂજા ઘર પાસે એક પિરામિડ મુકો. થોડા દિવસમાં જ તમે જોશો કે તમારો વ્યવસાય વધી જશે. 
 
4. જો તમે ઈલેક્ટ્રોનિક્સ કે વીજળીના સામાનનો બિઝનેસ કરો છો તો તમે તમારા બેડરૂમમાં ક્રિસ્ટલ કે વિંડચાઈમ મુકવુ વાસ્તુશાસ્ત્ર મુજબ શુભ માનવામાં આવે છે. બીજી બાજુ કપડાનો બિઝનેસ કરનારાઓએ દુકાનના મુખ્ય દરવાજા પર લાલ કપડુ ટાંગી મુકવુ જોઈએ તેનાથી બિઝનેસમાં કોઈ પણ અવરોધ વગર પ્રોગ્રેસ થાય છે.