મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 18 જાન્યુઆરી 2019 (17:53 IST)

જો તમને સારો જીવનસાથી જોઈએ તો વાસ્તુની આટલી વાતોનુ ધ્યાન રાખો

જો અરેંજ મેરેજમાં તમારી પસંદગીની છોકરી કે છોકરો મળી જાય તો વૈવાહિક જીવન ખુશીથી વીતે છે. પણ અનેક એવા કારણ પણ હોય છે જ્યારે તમારી પસંદ પૂરી નથી થતી. જેનુ એક કારણ હોય છે વાસ્તુ દોષ. જો વાસ્તુ દોષ ખતમ કરી દેવામાં આવે તો ઘણી બધી વસ્તુઓ સરળ થઈ જાય છે.  જ્યોતિષ મુજબ કેટલીક એવી વસ્તુઓ છે જે ઉભો કરે છે વાસ્તુ દોષ.. આવો તેના વિશે જાણીએ અને ઉપાય કરીએ. 
 
- જ્યારે કોઈ માર્ગ તમારા ઘરની સામે સીધો પ્રવેશ કરતો હોય કે આવીને રોકાય જતો હોય તો તે અશુભ માનવામાં આવે છે. આ સ્થિતિ સારી નથી માનવામાં આવતી. 
 
- જ્યારે કોઈ લગ્ન માટે તમને જોવા આવે તો એ રીતે બેસો કે તમારુ મોઢુ ઉત્તર દિશાની તરફ હોય. 
 
- લગ્ન યોગ્ય યુવક-યુવતીના રૂમની દિવાલ પર સુંદર ચિત્ર લગાવો. જો કે આ ધ્યાન રાખો કે રડતા બાળક અને ડૂબતા સૂરજનુ ચિત્ર ક્યારેય ન લગાવો. 
 
- જો પ્રેમ લગ્ન થઈ રહ્યા છે અને ખરાબ સપના કે વિચાર આવે છે તો સૂતી વખતે ઓશિકા નીચે ચપ્પુ કે કાતર મુકો.
 
- ઘરના મુખ્ય દ્વાર પર કાચ લાગેલો ન હોવો જોઈએ. તેનાથી વૈવાહિક જીવનમાં સારો જીવનસાથી મળતા પહેલા જ પરત ફરી જાય છે. 
 
- લગ્નમાં અતિથિઓને રોકાવવાનુ સ્થાન હંમેશા પશ્ચિમ દિશામાં જ હોવુ જોઈએ. 
 
- જો ઘરના મુખ્ય દ્વાર સામે કોઈ થાંભલો, વૃક્ષ, ખુલ્લી ગટર હોય તો આ તમારા કામમાં અવરોધ નાખી શકે છે. કારણ કે આ બધી વસ્તુઓને નકારાત્મક માનવામાં આવે છે.  તેથી આવા સ્થાનથી બચો.