1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 9 માર્ચ 2018 (10:32 IST)

વાસ્તુ : ગૃહપ્રવેશ સમયે કળશ કેમ મુકવો જોઈએ ?

ધર્મ, આસ્થામાં માનતો સામાન્ય વ્યક્તિ હોય કે પછી સાયન્સ સાથે સીધો જોડાયેલો તબીબ કક્ષાનો માણસ હોય પણ નવું મકાન બનાવે, મકાન બદલે ત્યારે ગૃહપ્રવેશ ટાણે કળશ મૂકવાની પરંપરા આ સૌમાં એકસમાન રીતે જોડાયેલી છે. ક્યાં કારણોસર નવું મકાન બનાવતી વખતે કે એક ઘરમાંથી બીજા ઘરમાં સ્થળાંતર કરતી વેળાએ ગૃહપ્રવેશ સમયે આ કળશ મૂકાય છે તે સમજવું જરૂરી છે. 
આખરે કળશ મુકવાનું કારણ શું હોઈ શકે ? શું આ કેવળ એક પરંપરા છે? કળશ રાખવાથી શું ફાયદો થાય ? આ પ્રકારના અનેક સવાલ આપણા મનમાં ઉદભવે છે. તો શાસ્ત્રો અને વિજ્ઞાન બંનેની દષ્ટી એ તેમાં ભરવામાં આવતી વસ્તુઓથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મક ઉર્જા બહાર જાય છે.
જ્યારે પણ કોઈ નવું મકાન બનાવવાની ઈચ્છા હોય ત્યારે ખરીદતી વખતે તેમાં કળશ જરુર મુકવો. આ કળશને દૂઘ, મધ, અનાજ કે પાણીથી ભરીને રાખવો. પરંતુ નવા મકાનમાં કળશ રાખવો ભૂલવો નહીં. કળશની આકૃતિ સકારાત્મક ઉર્જાને આકર્ષે છે. તેમની સાથે મૂકવામાં આવેલી સામગ્રી જેમકે દૂધ, પાણી, મધ અને અનાજના પ્રભાવથી સકારાત્મક ઉર્જા ગ્રહણ થઈ શકે છે. તેનાથી દુકાન, ઓફિસ કે ઘરમાં હંમેશા સારું વાતાવરણ રહે છે. અહીં નિવાસ કરનારા લોકોનું મન પ્રફુલ્લિત રહે છે.તેમને માનસિક, પારિવારિક કે શારિરીક મુશ્કેલીઓ નડતી નથી.