શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: સોમવાર, 5 માર્ચ 2018 (15:02 IST)

Vastu Tips - ઘરમાં મુકો માટીનુ વાસણ, ચમકાવશે તમારુ નસીબ

ઘરમાં મુકેલા માટીના વાસણ પણ તમારુ ભાગ્ય ચમકાવી શકે છે. શાસ્ત્રો મુજબ માટીના વાસણોને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. પહેલા માટીના વાસણમાં જમવામાં પણ આવતુ હતુ. વાસ્તુનુ માનીએ તો ઘરમાં મુકેલા માટીના વાસણ તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવવા ઉપરાંત ઘર કે ઓફિસમાં મુકવામાં આવે તો ગુડલક ધન વૈભવ સફળતા બધુ જ મેળવી શકાય છે. પૂજા ઘરથી લઈને લગ્નના પ્રસંગે પૂજા માટે ઉપયોગમાં કરવામાં આવતા બધા જ વાસણ એટલે જ માટીના હોય છે. 
ઘરમાં મુકો ઘડામાં પાણી 
 
વાસ્તુ મુજબ એવુ કહેવાય છે કે ઘરમાં ઉત્તર પૂર્વ દિશામાં ઘડામાં પાણી ભરીને મુકવુ જોઈએ. એવુ કએહ્વાય છે કે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનુ આગમન થતુ નથી. આરોગ્યના હિસાબથી જોવા જઈએ તો તે વધુ લાભકારી છે. વાસ્તુ મુજબ જો કોઈ તનાવ કે પછી માનસિક સમસ્યાનો શિકાર છે તો તેને ઘડામાં મુકેલી પાણી પીવુ જોઈએ. 
ઘરમાં પૂજા માટે ભગવાનની મૂર્તિ જો માટીની લાવશો તો તેનાથી તમારા ઘરમાં હંમેશા બરકત રહેશે.  એટલુ જ નહી ઘરમાં માટીના સજાવટી વાસનો જેવા કે વાડકી, ફલાવર પોટ ને દક્ષિણ પૂર્વ દિશામાં મુકી શકો છો.  એવુ કહેવાય છે કે આનાથી ઘરમાં સૌભાગ્ય આવે છે.