સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શનિવાર, 21 એપ્રિલ 2018 (17:43 IST)

ઘરમા લગાવો આ છોડ, ચમકી જશે તમારુ નસીબ

વાસ્તુના હિસાબથી ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવાના  અનેક ઉપાય છે. કોઈ ઘરને વાસ્તુ પ્રમાણે બનાવાય છે તો કોઈ ઘરમાં વાસ્તુ મુજબ ઝાડ છોડ લાવે છે.  છોડ કે ઝાડ  તો ઘરની શોભા વધારે જ છે પણ શુ તમને ખબર છે કે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા ઝાડ કે છોડ હોય છે જેને ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ તો આવે જ છે સાથે જ ઘનનું આગમન પણ થાય છે. 
 
1. વાસ્તુશાસ્ત્ર ના મુજબ ઘરમાં દાડમના છોડ લગાવવા જોઈએ. દાડમ એક ગુણકારી છોડ છે. એવુ કહેવાય છે કે તેનાથી ગ્રહ દોષ દૂર થઈ જાય છે. વ્યક્તિને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. 
 
2. મોટાભાગના ઘરમાં જપાકુસુમનો છોડ જોવા મળે છે. જપાકુસુમના ફૂલ તો ભગવાનને ચઢે જ છે. આ જેટલા સુંદર હોય છે તેટલા જ લાભકારી પણ હોય છે. એવુ કહેવાય છે કે તેને ઘરમાં લગાવવાથી કાયદા સંબંધી બધા કામ પૂરા થઈ જાય છે. 
 
3. ઘાસ તો દરેક ઘરના ગાર્ડનમાં હોય છે.  દરો ઘાસને દેવીનુ રૂપ માનવામાં આવ્યુ છે અને બીજી બાજુ પૂજાથી સુખ-સંપત્તિ અને સંતાનની પ્રાપ્તિ થાય છે. ભગવાન ગણેશની પૂજામાં દુર્વા હોવો અનિવાર્ય છે. 
 
4. ભગવાન શિવને બિલી પત્ર ખૂબ જ પ્રિય છે. એવુ કહેવાય છે કે તેના પર ભગવાન શિવનો વાસ હોય છે. જ્યા આ છોડ હોય છે ત્યા લક્ષ્મીજીનો વાસ રહે છે. 
 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો