શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 21 એપ્રિલ 2018 (10:12 IST)

ઘન વૈભવમાં વૃદ્ધિ કરવા માટે ફક્ત પાણીથી કરો આ ઉપાય

જ્યારે વ્યક્તિ પર કોઈ પણ પ્રકારની આપત્તિ આવે છે તો તે પોતાની સમસ્યાના સમાધાન માટે ખુદ પર દરેક વસ્તુ અપનાવે છે. જેને તે અંધવિશ્વાસ કે રૂઢિવાદિતા નુ નામ આપતો હતો. અનેકવાર આ કશ્મકશમાંથી નીકળવામાં ઘરનુ બજેટ પણ હલી જાય છે અને દુખોનો પહાડ તૂટી પડે છે. વૈભવ મેળવવાની લાલસા પૂરી કરવામાં વધુ ધન ઉડવા માંડે છે. શુ તમે જાણો  છો કે જ્યોતિષ વિજ્ઞાનમાં ઘણા બધા એવા ઉપાય પણ બતાવ્યા છે જે તમારી આર્થિક સ્થિતિને હલાવ્યા વગર કિસ્મતને બદવાની ક્ષમતા રાખે છે. 
 
તમારા ઘરમાં જળનુ સંકટ છે કે પછી પાણીની તંગી રહે છે કે માતા સાથે સંબંધ સારા નથી અથવા તમારુ વાહન રોજ ખરાબ થવા માંડે છે કે પછી તમારી પારિવારિક સંપત્તિ માટે પરેશાન છો તો તમે સમજી લેજો કે ચતુર્થ ભાવ દૂષિત છે. આ દોષમંથી મુક્તિ મેળવવા માટે તમે ચોખાની રવી સોમવારના દિવસે વહેલી સવારે અને પોતાના પરિવાર સહિત તેનુ સેવન કરો જો આ સમયે કોઈ અતિથિ આવી જાય તો ખૂબ સારુ શગુન છે. તેને પણ આ ખીર ખવડાવો તો અતિ શુભ ફળ શીઘ્ર તમને પ્રાપ્ત થશે.  
 
એક વાડકીમાં પાણી ભરીને તેણે સૂર્યની કિરણોમાં લગભગ 3-4 કલાક માટે મુકી દો. સંધ્યાના સમયે આ પવિત્ર જળને આસોપાલવ કે અશોકના પાનમાં ડૂબાડીને આખા ઘરમાં તેના છાંટા આપો. રોજ આ ઉપાય કરો. તેનાથી ઘરમાં જેટલી પણ નકારાત્મકતા છે તે નાશ થઈ જશે. પૉઝિટિવ વાઈબ્સથી ઘરમાં ખુશહાલી આવશે. 
 
સ્વર્ગલોકમાં અષ્ટસિદ્ધિયો અને નવનિધિયોમાં શંખનુ સ્થાન મહત્વપૂર્ણ છે.  શંખને વિજય સમૃદ્ધિ સુખ યશ કીર્તિ અને લક્ષ્મીનુ સાક્ષાત પ્રતિક માનવામાં આવે છે. ધાર્મિક કૃત્યો.. અનુષ્ઠાન સાધના તાંત્રિક ક્રિયાયો વગેરેમાં શંખનો પ્રયોગ સર્વવિદિત છે. સવાર સાંજ ઘરનાં મંદિરમાં પૂજા કર્યા પછી શંખ જરૂર વગાડો. પછી તેને જળથી ભરીને આખા ઘરમાં છાંટ મારો. તેનાથી મા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે અને દુર્ભાગ્ય દૂર થઈ જાય છે. 
 
મીઠુ મિક્સ કરેલા પાણીથી પોતુ લગાવ્યો.. ઘરમાં સૌભાગ્યનુ આગમન થશે.