શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 2 નવેમ્બર 2017 (11:17 IST)

જો તમારી સાથે વારેઘડીએ દગો થતો હોય તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ

ક્યારે કોણ ક્યા દગો આપી જાય એ કહી શકાતુ નથી. જીવનમાં કેટલીક વાર તો એવુ પણ થાય છે કે આપણા ખૂબ જ નિકટના પણ આપણને દગો આપે છે. જો માણસને પારખવામાં તમે વારેઘડીએ દગો ખાઈ જાવ છો તો આ વાસ્તુ ઉપાયો અપનાવીને મોટા નુકશાનથી બચી શકાય છે.. આવો જાણીએ તેના વિશે.. 
 
પ્રેમમા દગાથી બચવા માટે બેડરૂમમાં આછો પિંક કે કોઈ પણ અન્ય હલકા રંગની બેડશીટનો પ્રયોગ કરવો જોઈએ. બેડરૂમમાં બેડની સામે કાચ ન હોવો જોઈએ.  રોજ સવારે આખા ઘરમાં ગંગાજળ છાંટો. દરવાજા કે બારીની તરફ પીઠ કરીને ન બેસો.. આ રીતે બેસવાથી દગો મળવાની આશંકા વધી જાય છે. જ્યા બેસ્યા છો તેની પાછળ દિવાલ હોવી જોઈએ. 
 
ઘરના પશ્ચિમ કે ઉત્તર પશ્ચિમ ભાગમાં વોશિંગ મશીન મુકો. રસોઈઘરમાં બેસીને જમવાથી પરસ્પર પ્રેમ વધે છે.  પરિવારની સ્ત્રીઓએ એક સાથે લાલ રંગના કપડા ન પહેરવા જોઈએ. ભોજન પછી એઠી થાળી વધુ સમય સુધી ન છોડશો.  રસોડાના બેસીનમાં એંઠા વાસણ વધુ સમય સુધી ન રાખી મુકો.  ઘરમાં સફેદ ચંદનની મૂર્તિ એવા સ્થાન પર મુકો જ્યા બધાની નજર તેના પર પડે.