ઘરમાં લગાવશો આવી તસ્વીર તો ક્યારેય પૈસાની કમી નહી આવે
ઘરમાં સજાવવા માટે આપણે અનેક પ્રકારની તસ્વીરો લગાવીએ છીએ જે અનેક વાર આપણા જીવન પર નકારાત્મક પ્રભાવ નાખે છે. બીજી બાજુ તમે વાસ્તુશાસ્ત્રના મુજબ ઘરમાં તસ્વીર લગાવશો તો તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર વધશે અને ઘરમાં ખુશહાલી આવશે. વાસ્તુશાત્ર મુજબ ઘરમાં હંસની તસ્વીર લગાવવાથી પૈસાની કમી નથી થતી. આવી જ અનેક વાતો વાસ્તુશાસ્ત્રમાં બતાવી છે. જેને માનવાથી તમને ફાયદો જ ફાયદો થશે.
- વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં દેવી દેવતાઓના ચિત્રોને લગાવવાથી બધી પરેશાનીઓ દૂર થય છે અને ઘરમાં સુખ શાંતિ કાયમ રહે છે.
- ઘરમાં સમુદ્ર કિનારે દોડતા 8 ઘોડાની ફોટો લગાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે.
- ઘરની બેઠકમાં હંસની મોટી તસ્વીર લગાવવી સારુ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં પૈસની કમી રહેતી નથી.
- પર્વત કે ઉડતા પક્ષીઓનો ચુત્ર લગાવવુ જોઈએ. આવી તસ્વીરોથી વિચારોમાં સકારાત્મકતા આવે છે અને આત્મવિશ્વાસ વધે છે.
- રસોઈઘરમાં ફળ અને શાકભાજીના ચિત્ર લગાવવાથી ઘરમાં બરકત કાયમ રહેશે.