શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ ગુજરાતી
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : બુધવાર, 8 મે 2024 (16:22 IST)

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

vastu tips in gujarati
vastu tips in gujarati
આપણે બધા આપણા ઘરની અંદર અને બહાર આવનારી કોઈપણ નકારાત્મક ઉર્જાથી બચવા માટે અનેક પ્રકારના ઉપાય અજમાવે છે. એવુ માનવામાં આવે છે કે જો આપણા ઘરમાં કોઈપણ વાસ્તુદોષ છે તો તમારા કામ બગડવા માંડે છે અને મહેનતનુ પુરૂ ફળ પણ મળતુ નથી 
 
ઘરની સમૃદ્ધિ માટે વાસ્તુનું સાચું હોવું જરૂરી છે. ખાસ કરીને જ્યારે તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર વસ્તુઓ યોગ્ય રીતે રાખવામાં આવતી નથી, તો જીવનમાં બિનજરૂરી સમસ્યાઓ ઉભી થવા લાગે છે. બીજી બાજુ, જો કેટલીક વસ્તુઓ તમારા મુખ્ય દરવાજાની બરાબર સામે રાખવામાં આવે છે અથવા જો તમે દરવાજો ખોલતાની સાથે જ કેટલીક નકારાત્મક વસ્તુઓ સામે જોવા મળે છે, તો તે તમારા જીવન પર વિપરીત અસર કરી શકે છે. ચાલો જાણીએ શુ છે એ વાસ્તુદોષ. 
 
ઘર સામે કચરાનો ઢગલો હોવો 
જો તમારા મુખ્ય દરવાજો ખોલતા જ સામે કચરાનો ઢગલો દેખાય તો આ નકારાત્મક સંકેત હોય છે. એવુ માનવામાં આવે છે કે આ નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત હોય છે. જો આ ઢગલો તમારા ઘરના ઠીક સામે હશે તો ઘરની બહાર નીકળતા જ તમારા મનમાં નકારાત્મક વાતો આવશે. જેનો પ્રભાવ તમારા કામમાં પણ હશે અને તમારા બનતા કામ પણ બગડવા માંડશે. 
 
ઘરની સામે કાંટાદાર છોડ હોવા 
ઘર સામે ક્યારેય પણ કાંટાવાલા છોડ ન લાગેલા હોવા જોઈએ. જેવા કૈક્ટસ વગેરે જો તમારા ઘરના મુખ્ય દરવાજાની બરાબર સમે બાજુ કેકટસનુ ઝાડ હશે તો તેનાથી ઘરના લોકોને માનસિક તનાવ થાય છે. આ રીતે ઘરમાં કારણ વગર તનાવ રહે છે અને ઘરના બધા લોકો પરેશ્સાનીઓથી  ઘેરાયેલા રહે છે. 
 
જો તમારા ઘરની સામે આવા કોઈ છોડ લાગેલા છે તો તમરે તેને તરત જ ત્યાથી હટાવી દેવા જોઈએ. જેનાથી દરવાજો ખોલતા જ તમારી નજર તેના પર ન પડે. 
 
ઘરની ઠીક સામે ચાર રસ્તા હોવા 
એવુ માનવામાં આવે છે કે જો તમારા ઘરનો દરવાજો ખોલતા જ સામે ચાર રસ્તા દેખાય તો તમારા જીવનમાં થોડી સમસ્યા આવી શકે છે. ચાર રસ્તા તમારા માનસિક  તનાવનુ પ્રતિક માનવામાં આવે છે. 
 
જો તમારા ઘરની ઠીક સામે ચાર રસ્તા હોય તો તમારુ કોઈપણ કામમાં મન લાગતુ નથી. આવામાં તમને સલાહ આપવામાં આવે છે કે કામ પર ધ્યાન કેન્દ્રીત કરો અને મન કોઈ યોગ્ય દિશામાં લગાવો. 
 
ઘર સામે કોઈ મોટુ જ ઝાડ હોવુ 
ઘર સામે જો કોઈ મોટુ ઝાડ હ ઓય તો તમારા જીવન માટે નકારાત્મક માનવામાં આવે છે. આ એ ઘરના મુખિયા માટે યોગ્ય માનવામાં આવતુ નથી. કારણ કે તેમાથી નીકળનારી નકારાત્મક ઉર્જા મુખિયાને પ્રભાવિત કરે છે. 
 
જો શક્ય છે તો મુખ્ય દરવાજાની ઠીક સામે કોઈ એવુ ઝાડ ન લગાવો જે ઉર્જાની વચ્ચે અવરોધ બને. જો તમે નવુ ઘર ખરીદી રહ્યા છો તો આ વાતુનુ ધ્યાન રાખવુ જરૂરી છે કે આવી સ્થિતિથી બચો. આ પ્રકારનો મુખ્ય દરવાજો બાળકો માટે પણ સારો માનવામાં આવતો નથી અને તેનાથી તેમની પ્રગતિમાં અવરોધ આવે છે. 
 
ઘરની ઠીક સામે કોઈ મોટો થાંભલો હોવો 
જો તમારા ઘરની ઠીક સામે કોઈ મોટો થાંભલો છે અને આ તમારા ઘરની અંદર આવનારી સૂરજની રોશનીને રોકે છે તો આ તમારે માટે સારુ માનવામાં આવતુ નથી. આ પ્રકારના વાસ્તુ દોષ તમારા ઘરની મહિલાઓના આરોગ્ય માટે સારુ હોતુ નથી અને આવા ઘરમાં મહિલાઓનુ આરોગ્ય કારણ વગર ખરાબ રહે છે. કોશિશ કરો કે આવા સ્થાન પર ઘર લેતા બચો. 
 
ઘરની સામે જ ગટર અથવા નાળુ (ગંદુ વહેતુ પાણી)  હોવો
જો તમે તમારા ઘરનો મુખ્ય દરવાજો ખોલતાની સાથે જ કોઈ મોટી ગટર અથવા નાળુ દેખાય છે, તો તે તમારા ઘર માટે વાસ્તુ દોષનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં, તમારા જીવન માટે નકારાત્મક સંકેતો છે અને તમારા પૈસા નકામી જગ્યાએ ખર્ચવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વહેતી ગટર આર્થિક નુકસાન સૂચવે છે અને તમારા પૈસા નકામી જગ્યાએ ખર્ચવા લાગે છે.
 
મુખ્ય દરવાજાની સામે લિફ્ટ હોવી 
 
જો તમારા ઘર એપાર્ટમેંટમાં છે અને મુખ્ય દરવાજો ખોલતા જ સામે લિફ્ટ દેખાય છે તો આ વાસ્તુ દોષને આમંત્રણ આપે છે. જેના પરિણામસ્વરૂપ તમારા ઘરમાં માનસિક બીમારીઓ આવે છે અને ઘરના સભ્યોના જીવનમાં કારણ વગર સમસ્યાઓ થવા માંડે છે.  જો તમે નવુ ઘર ખરીદી રહ્યા છો તો આવી વાતો પર ધ્યાન આપો અને કોશિશ કરો કે આવા સ્થાન પર ઘર ખરીદવાથી બચો. 
 
જો તમને તમારા ઘરનો દરવાજો ખોલતા જ તેમાથી કોઈ પણ વસ્તુ દેખાય છે તો આ તમારે માટે વાસ્તુ દોષનો સંકેત આપે છે. આવામાં તમારે સચેત  રહેવાની જરૂર છે અને નકારાત્મકતથી બચવા માટે કેટલાક વાસ્તુ ઉપાય અજમાવવાની સલાહ આપવામાં આવે છે.