ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 10 જૂન 2022 (00:54 IST)

Vastu Tips for Worship - પૂજા કરતી વખતે ભક્તનું મોઢુ કઈ દિશામાં હોવુ શુભ છે ?

puja
દરરોજ સવાર-સાંજ નિયમિત પૂજા કરવાથી ઘરમાં સકારાત્મકતા રહે છે. મનના નકારાત્મક વિચારોનો નાશ થાય છે. આ કારણથી ઘરમાં મંદિર બનાવવાની પરંપરા અનાદિ કાળથી ચાલી આવે છે. જ્યોતિષના  જણાવ્યા અનુસાર, જાણો કેટલીક એવી વાતો, જેનું ઘરના મંદિરમાં ધ્યાન રાખવું જોઈએ..
 
- જો ઘરમાં પૂજા કરનારનું મુખ પશ્ચિમ તરફ હોય તો તે ખૂબ જ શુભ હોય છે. આ માટે પૂજા સ્થળનો દરવાજો પૂર્વ દિશા તરફ હોવો જોઈએ. આ દિશા સિવાય પૂજા કરતી વખતે વ્યક્તિનું મુખ પૂર્વ દિશામાં રહેશે તો પણ શ્રેષ્ઠ પરિણામ મળી શકે છે.
 
-ઘરમાં એવી જગ્યાએ મંદિર બનાવો, જ્યાં આખો દિવસ દરમિયાન ક્યારેય પણ થોડી વાર માટે સૂર્યની રોશની જરૂર પહોંચતી હોય. 
 
- જે ઘરોમાં સૂર્યપ્રકાશ અને તાજી હવા આવતી રહે છે, તે ઘરોના અનેક વાસ્તુ દોષ દૂર થાય છે. સૂર્યપ્રકાશ વાતાવરણની નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા વધારે છે.
મંદિરમાં મૃતકો અને પૂર્વજોની તસવીરો લગાવવાનું ટાળવું જોઈએ. પૂર્વજોના ચિત્રો મૂકવા માટે દક્ષિણ દિશા શ્રેષ્ઠ છે. મૃતકોની તસવીરો ઘરની દક્ષિણ દિવાલ પર લગાવી શકાય છે, પરંતુ મંદિરમાં ન રાખવી જોઈએ.
 
- પૂજા રૂમમાં માત્ર પૂજા સંબંધિત સામગ્રી જ રાખવી જોઈએ. બીજું કંઈ રાખવાનું ટાળો.
 
-ઘરના મંદિર પાસે શૌચાલય હોવું પણ અશુભ છે. એટલા માટે એવી જગ્યાએ પૂજા રૂમ બનાવો જ્યાં આસપાસ શૌચાલય ન હોય.
 
- દરરોજ સવાર-સાંજ ઘરના મંદિરમાં પૂજા કરવી જોઈએ. પૂજા પછી ઘંટડી વગાડો, સાથે જ આખા ઘરમાં એક વાર ઘંટડી વગાડો. આમ કરવાથી ઘંટડીના અવાજથી નકારાત્મકતાનો નાશ થાય છે અને સકારાત્મકતા વધે છે.