સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: બુધવાર, 23 માર્ચ 2022 (13:43 IST)

Vastu For Prosperity : સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ઘરના મંદિરમાં મુકો આ વસ્તુઓ

વાસ્તુ શાસ્ત્ર (Vastu Tips)માં વસ્તુઓ અને ઘરમાં તેને મુકવાની દિશાનુ વિશેષ મહત્વ બતાવ્યુ છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં રહેલ દરેક વસ્તુમાં એક ઉર્જા હોય છે. આ વ્યક્તિને સકારાત્મક કે નકારાત્મક રૂપથી પ્રભાવિત કરે છે. એવુ માનવામાં આવે છે કે જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો પુરૂકાર્ય પણ નિષ્ફળ થઈ શકે છે. 
 
ઘરના વાસ્તુ દોષ (Vastu Dosh)ને દૂર કરવા માટે તમે કેટલાક વાસ્તુ ઉપાય પણ અજમાવી શકો છો અનેકવાર ઘરમાં કેટલા પણ પૈસા આવે પણ તે ટકતા નથી. જેની પાછળ વાસ્તુદોષ (Vastu For Prosperity) પણ એક કારણ બની શકે છે. આવા ઘરના મંદિરને કંઈ દિશામાં મુકવુ જોઈએ અને મંદિરમાં કંઈ વસ્તુઓ મુકવાથી સુખ સમૃદ્ધિ આવે છે આવો જાણો 
 
ઘરનુ મંદિર સ્થાપિત કરવાનુ સ્થાન 
 
વાસ્તુ શાત્ર મુજબ ઘરના મંદિરની યોગ્ય દિશા ઉત્તર-પૂર્વ દિશા હોય છે. આ દિશા મંદિર માટે સૌથી સારી માનવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે જો આ દિશામાં મંદિર બનાવવામાં આવે તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ભૂલથી પણ મંદિર દક્ષિણ દિશામાં ન બનાવવુ જોઈએ. માનવામા આવે છે કે જો મંદિરનુ મોઢુ દક્ષિણ દિશા તરફ હોય તો ધનનુ નુકશાન થવાની હંમેશા શક્યતા બની રહે છે. 
 
ઘરના મંદિરમાં મુકો આ વસ્તુઓ 
 
ભગવાન કૃષ્ણને મોર પંખ ખૂબ જ પ્રિય છે. આ મંદિરમાં મુકવુ ખૂબ શુભ માનવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે પૂજા સ્થળ પર મોર પંખ મુકવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. 
 
શંખ 
 
ઘરમાં નિયમિત રૂપથી શંખ વગાડવાથી સકારાત્મક ઉર્જા આવે છે. એવુ કહેવાય છે કે શંખને પૂજા સ્થળ પર મુકવુ ખૂબ જ શુભ હોય છે. આવુ કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. 
 
ગંગાજળ 
 
હિન્દુ ધર્મમાં પવિત્ર ગંગા નદીના જળનુ વિશેષ મહત્વ છે. એવુ કહેવાય છે કે પવિત્ર જળ ક્યારેય ખરાબ થતુ નથી. હિન્દુ ધર્મમાં ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ જ કારણ છે કે પૂજા સ્થળ પર હંમેશા પવિત્ર જળ મુકવુ જોઈએ. આવુ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. 
 
શાલિગ્રામ 
 
શાલિગ્રામને ભગવાન વિષ્ણુનુ એક રૂપ માનવામાં આવે છે. ભગવાન શાલિગ્રામને પૂજા સ્થળ પર મુકવુ અત્યંત શુભ હોય છે. એવુ માનવામાં આવે છે કે તેનાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે.