શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 3 મે 2018 (17:10 IST)

વાસ્તુ આ 5 ટિપ્સને અજમાવશો તો સંબંધોમાં વધશે પ્રેમ

ખુશહાળ પરિણીત જીવનમાં પ્રેમની સાથે-સાથે કપલ્સમાં એક મજબૂત સંબંધ હોવું જરૂરી છે. ઘરમાં કેટલીક વસ્તુની લોકેશન અને કેટલીક વસ્તુનો હોવું તમારા પરિણીત જીવનમાં નકારાત્મક પ્રભાવ નાખી શકે છે. વાસ્તુ મુજબ જો તમે આ દોષોને દૂર કરશો તો કપ્લ્સમાં અતૂટ પ્રેમનો સંબંધ બનશે. આજે અમે તમને જણાવી 
રહ્યા છે કે તમે તમારા સંબંધને મજબૂત બનાવી શકો છો. 
 
1. બેડરૂમમાં માત્ર લાકડીના રેગ્યુલર શેપનો જ બેડ મૂકવું. આ પાર્ટનરની સાથે તનાવને પણ ઓછું કરે છે. આજકાલ મેટલના ફર્નીચરનો ખૂબ ફેશન છે પણ બેડરૂમમાં મેટલ અને લોખંડના બેડ મૂકવાથી બચવું જોઈએ. 
 
2. બેડરૂમમાં ભૂલીને પણ અરીસો ન મૂકવું. વાસ્તુ મુજવ આ ગેરસમજ અને ઝગડાને વધારે છે. જો હોય રાત્રે એને કપડાથી ઢાકીને મૂકવું જોઈએ. 
 
3. બેડરૂમમાં આ વાતનો ધ્યાન રાખો કે ઓશીંકા, કુશન કે કલાકૃતિ હોય તો એ જોડીમાં હોય. સંબંધમાં પ્રેમ વધારવા માટે હોઈ શકે તો ક્રિસ્ટલનો જોડું મૂકો. 
 
4. ધ્યાન રાખો કે બેડરૂમમાં કોઈ પણ રીતની ધૂળ માટી ન હોય. જો બેડરૂપમાં ધૂળ માટી હશે તો તમારા રિલેશનશિપ પણ ધીમા અને થાકેલું હશે. તેથી કોશિશ કરવી કે બેડરૂમમાં આ વસ્તુઓ સાફ ચમકતી અને તાજી હોય. 
 
5. કેટલાક લોકો ડબલ બેડ પર ડબલ બેડશીટ લગાવે છે. પણ વાસ્તુ મુજબ ડબલ બેડ પર માત્ર સિંગલ બેડશીટ જ પથારવી. તેનાથી પતિ-પત્નીમાં સામંજસ્ય વધે છે અને તેમના સંબંધોમાં સકારાત્મકતા આવે છે.