બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: બુધવાર, 13 માર્ચ 2019 (11:31 IST)

વાસ્તુના આ નિયમ અપનાવશો તો વધશે સુખ સંપત્તિ

વાસ્તુશાસ્ત્રના નિયમોને જીવનમાં લાગુ પાડવાથી તમે તમારી સંપત્તિ અને પૈસા વધારી શકો છો. આ ટિપ્સની મદદથી કુબેર અને લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સમૃધ્ધિમાં વધારો થાય છે. આ ટિપ્સ ખૂબ જ સરળ અને પ્રભાવી છે કે જેના ઉપયોગથી તમે તમારા જીવનની તમામ પરેશાનીઓ ખતમ કરી શકો છો. 
 
સંપત્તિ વધારવાની વાસ્તુ ટિપ્સ.

– ઘરની ઉત્તર દિશાને કુબેરની દિશા માનવામાં આવે છે, આ દિશાની દિવાલોનો રંગ વાદળી હોવો જોઈએ. 
– પાણીનું સ્થાન ઉત્તર દિશામાં હોવું જોઈએ.
- ઘરના વાયવ્ય ખૂણામાં(ઉત્તર-પશ્ચિમ)બારી અને બાલ્કની હોવી એ શુભ ગણાય છે. ડ્રોઈંગરૂમ કે અન્ય રૂમના વાયવ્ય ખૂણામાં કૂલર-પંખા મુકી શકાય છે. 
-ઘરનું કેન્દ્ર જેન બ્રહ્મ સ્થાન કહેવાય છે અને દરેક ઓરડાનું કેન્દ્ર હંમેશા ખાલી હોવું જોઈએ. બ્રહ્મ સ્થાન હંમેશા સ્વચ્છ હોવું જોઈએ, તેમજ ત્યાં કોઈ વજનદાર ટેબલ ન 
 
મુકવુ. 
– પાણીની ટાંકીમાં શંખ, ચાંદીનો સિક્કો અથવા ચાંદીનો કાચબો રાખવો શુભ માનવામાં આવે છે. 
- દરેક રૂમમાં યોગ્ય કલર કરાવવો જોઈએ. જેમ કે બેડરૂમમાં આસમાની કે લીલો જે શીતળતા આપે છે પીળો અને નારંગી પણ લઈ શકાય કારણકે આ કલર ઉત્સાહ 
 
વધારનારો છે. 
જો ઘરમાં માછલીઘર હોય તો તેને ઉત્તર દિશામાં રાખો. 
– કુબેરની ચોક્કસ દિશા હોય છે માટે તિજોરી ઉત્તર દિશામાં રાખો. 
– ઉત્તર દિશામાં વાદળી રંગનો પિરામિડ રાખશો તો સંપત્તિનો લાભ થશે.