શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

કર્જ અને અન્ય પરેશાનીઓથી મુક્તિ મેળવવા માટે સામાન્ય વાસ્તુ ટિપ્સ

જો કોઈ વ્યક્તિ કેટલીક સામાન્ય વાસ્તુ સાવધાનિઓનું પાલન કરે તો ચોક્કસ તે પોતાની આવક વધારી શકે છે. પૈસાનુ નુકશાન રોકી શકાય છે અને આર્થિક કષ્ટ તેમજ કર્જથી મુક્તિ મેળવી શકાય છે. 
 
- ફેંગશુઈ મુજબ શયનકક્ષ કે તિજોરીવાળા રૂમમાં પ્રવેશ દ્વારની સામેની  દિવાલના  ડાબા ખૂણામાં સંપત્તિ અને ભાગ્યનુ ક્ષેત્ર હોય છે. આ ખૂણો ક્યારેય કપાયેલો ન હોવો જોઈએ અને અહી ધાતુની કોઈ વસ્તુ મુકવી કે લટકાવવી  શુભ હોય છે. 
 
- ઈશાન ખૂણામાં  ટોયલેટ હોવાથી પૈસા ફ્લશ થતા રહે છે. અને મકાનની વચ્ચે ટોયલેટ હોવાથી આર્થિક સંકટ આવે છે. તેથી ઈશાન ખૂણામાં  અને મધ્યમાં ક્યારેય પણ ટોયલેટ ન બનાવવુ જોઈએ. ટોયલેટના દરવાજા હંમેશા બંધ રાખવા જોઈએ. 
 
- સીડીઓની નીચે તિજોરી મુકવી અશુભ હોય છે. સીડીયો કે ટોયલેટની સામે પણ તિજોરી ન મુકવી જોઈએ. તિજોરીવાળા રૂમમાં કબાટ  કે કરોળિયાના જાળા હોવા અશુભ હોય છે. 
 
- ઉત્તર દિશાનો  સ્વામી ધનના દેવતા કુબેર છે. તમે રૂપિયા કે ઘરેણા જે તિજોરીમાં મુકો છો તે તિજોરી મકાનની ઉત્તર દિશાના રૂમમાં દક્ષિણની દિવાલને અડીને મુકવી જોઈએ. આ રીતે મુકવાથી તિજોરી ઉત્તર દિશા તરફ ખુલશે જેમા મુકવામાં આવેલા પૈસા અને ઘરેણામાં કાયમ વધારો થતો રહેશે. 
 
- ક્યારેય મોટા મકાનો વચ્ચે નાનુ ઘર ન ખરીદશો. આજુબાજુના મકાનોની તુલનામાં જે મકાન ખૂબ નાનુ હોય છે તે મકાનમાં રહેનાર  વ્યક્તિ ક્યારેય પ્રોગ્રેસ નથી કરી શકતો. આ કારણે ગરીબી અને કર્ઝમાં ડૂબેલો રહે છે.