સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 25 એપ્રિલ 2024 (07:51 IST)

Weather updates Gujarat- આકરી ગરમીનો - તાપમાન 40 ડિગ્રીને પાર જવાની શક્યતાઓ

Weather news-  આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ફરી એકવાર રાજ્યમાં 25મી એપ્રિલથી તાપમાન છે તે 40 ડિગ્રીને પાર જવાની શક્યતાઓ છે. 25 એપ્રિલથી 27 એપ્રિલ સુધી રોજ આકરી ગરમીનો અહેસાસ થવાની સંભાવનાઓ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી વ્યક્ત કરી રહ્યા છે.
 
25થી 27 દરમિયાન ઘણાં વિસ્તારોમાં તાપમાનનો પારો 41થી લઈને 43 ડિગ્રી સુધી જવાની આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થવાની પણ શક્યતાઓ 
 
છે. જેમાં વરસાદ કે ઝાપટાં થાય તેની શક્યતાઓ ઓછી છે. મે મહિનામાં રાજ્યના કેટલાક ભાગમાં 45 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે, જયારે 28, 29 એપ્રિલ વડોદરા અને આણંદમાં 43 થી 44 ડિગ્રી સુધી તાપમાન પહોચશે
 
વીવી નગરમાં સૌથી વધુ 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટમાં 39.7 અને અમદાવાદમાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 
 
અંબાલાલ પટેલે કહ્યું કે 26 થી 28 એપ્રિલ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે, જયારે 28-29 એપ્રિલ દરમિયાન વડોદરા અને આણંદમાં 43 થી 44 ડિગ્રી તાપમાન રહેશે.