શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 23 એપ્રિલ 2024 (08:06 IST)

'ગુજરાતમાં હિટવેવની શક્યતા નહીં, તો અહીં છે 40 ડિગ્રીથી વધુ તાપમાન

Weather news- હાલ રાજ્યમાં હીટવેવની શક્યતા નહીંવત છે.. અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.7 અને ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું...ત્રણ દિવસ બાદ તાપમાનમાં ફરી વધારો થવાની આગાહી કરવામાં આવી છે. 
 
ઉત્તર પ્રદેશ-બિહાર સહિત દેશના અનેક રાજ્યોમાં આકરી ગરમી પડી રહી છે. હવામાન વિભાગે ગંગાના પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, ઉત્તર અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં 26 એપ્રિલ સુધી હીટ વેવની ચેતવણી જારી કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન, ઓડિશાના ભુવનેશ્વર અને આંધ્ર પ્રદેશના કુડ્ડાપાહમાં મહત્તમ તાપમાન 43.8 ડિગ્રી સેલ્સિયસ હતું, જે દેશના કોઈપણ ભાગમાં સૌથી વધુ છે.