Weather news- ભીષણ ગરમી, 14 શહેરોમાં પારો 40 ને પાર
weather updates- રાજ્યમાં એકાએક ગરમીનો પારે ઉંચકાતા લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. સૌરાષ્ટ્રમાં બે દિવસ પહેલાં કમોસમી વરસાદ બાદ ગુજરાત આગની ભટ્ટી બની ગયુ છે. 14 શહેરોમાં તાપમાન 40 પાર રહ્યો અમરેલી સૌથી ગરમ સાથે 44 ડિગ્રી તાપમાનમાં રહ્યુ.
ગુજરાતનું અમરેલીમાં 44 ડીગ્રી સાથે દેશભરમાં સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. જ્યારે રાજકોટમાં 43.8 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.4 મહુવામાં 43.4 કેશોદમાં 42.7, જૂનાગઢમાં 42.1 અને ભાવનગરમાં 41.7 ડીગ્રી નોંધાયું હતું.
ગુજરાતનાં 5 જીલ્લામાં હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને સોમનાથમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા છે.
ઓડિશા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગણા, પશ્ચિમ બંગાળમાં તાપમાન 41 ડિગ્રીને પાર થઇ ગયું હતું. ભારતીય હવામાન વિભાગે ઓડિશામાં 18 થી 20 એપ્રિલ સુધી ભીષણ ગરમી પડવાની ચેતવણી આપી છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરનુ તાપમાન 41.3 ડિગ્રીએ પહોંચ્યુ છે. ગરમીની પ્રમાણ દરેક જિલ્લામાં જોવા મળી રહ્યું છે. બુધવાર અને ગુરુવારે ગરમીનો પારો 41થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે. ગરમીનું જોર વધતાં કોર્પોરેશન દ્વારા બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.