બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 19 એપ્રિલ 2024 (07:07 IST)

Weather - આકરી ગરમી પડવાની આગાહી, 25 એપ્રિલ સુધી હિટવેવ રહેશે..

Weather news- રાજ્યના 10 શહેરોમાં આકરી ગરમી પડવાની આગાહી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું કહેવું છે કે  25 એપ્રિલ સુધી હિટવેવ રહેશે..
 
ગુરૂવારે પણ  14 શહેરોમાં તાપમાન 40 પાર રહ્યો અમરેલી સૌથી ગરમ સાથે 44 ડિગ્રી તાપમાનમાં રહ્યુ. ગુજરાતનું અમરેલીમાં 44 ડીગ્રી સાથે દેશભરમાં સૌથી ગરમ સ્થળ રહ્યું હતું.  જ્યારે રાજકોટમાં 43.8 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.4 મહુવામાં 43.4 કેશોદમાં 42.7, જૂનાગઢમાં 42.1 અને ભાવનગરમાં 41.7 ડીગ્રી નોંધાયું હતું.
 
ગુજરાતનાં 5 જીલ્લામાં હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને સોમનાથમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા છે.