સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : બુધવાર, 24 એપ્રિલ 2024 (10:07 IST)

ગેસ ગળતરના 3 શ્રમિકોના મોત, ગૂંગળામણથી બની દુર્ઘટના

Banaskantha news- 
 
બનાસકાંઠામાં ગેસ ગળતરનાં લીધે 3 શ્રમિકોનાં મોત નિપજતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. કૂવામાં કામ કરતા પાંચ શ્રમિકોને ગુંગળામણ થઈ હતી. ગુંગળામણ થતા સારવાર દરમ્યાન મોત થયું હતું.
 
બનાસકાંઠાનાં પાલનપુરના બાદરપુરાની મહેશ્વરી પેપર મિલમાં કુંડીઓ બનાવી હતી. મંગળવાર રાત્રે શ્રમિકો કુંડીમાં ઉતર્યા હતા . જે કુંડીઓ છેલ્લા એક સપ્તાહથી બંધ હોવાથી અંદર ગેસ એકઠો થયો હતો.    ત્યારે કુંડીમાં  એકઠા થયેલ ગેસનાં કારણે શ્રમિકને ગુંગળામણ થવા પામી હતી. બેભાન થઈ ગયેલ મજૂરોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જે બાદ બેભાન થઈ ગયેલ મજૂરોને તાત્કાલીક 108 મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન ત્રણ મજૂરોનાં મોત નિપજ્યા હતા.