મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 3 જુલાઈ 2023 (13:44 IST)

Banaskantha News -પોલીસના 3 બાતમીદારોના નિધન, 4 જવાનો ઘાયલ

accident news
Banaskantha News - બનાસકાંઠા જિલ્લામાં દારુની ગાડીનો પીછો કરતી વખતે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાના ધાનેરામાં કાર પલટી મારી જતા 3 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. 

પોલીસ જ્યારે દારૂ ભરેલી ગાડીનો પીછો કરી રહી હતી, તે વખતે આ ઘટના બની હોવાની ચર્ચા ચાલી રહી છે. આ દુર્ઘટનામાં કારમાં સવાર 3 પોલીસના બાતમીદારના મૃત્યુ થયા છે. જ્યારે અકસ્માતમાં 4 પોલીસકર્મીને ઈજા પહોંચી છે. કાર 3 દુકાનના શટર તોડી ડિવાઈડર સાથે ટકરાઈ હતી.આ તમામ લોકો કોણ છે તેની હજી માહિતી સામે આવી નથી. પરંતુ મૃત્યુ પામાનરા લોકો પમરુ ગામના હોવાનું જાણવા મળ્યું છે. સ્કોર્પિયો ગાડી કોઈનો પીછો કરતી સમયે પલટી હોવાની ચર્ચા ઉઠી હતી. ત્યારે આખરે અકસ્માત પહેલા શું બન્યુ હતું તે જાણવા માટે ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે તેમાં વધુ એક ઘટસ્ફોટ થયો હતો કે, ત્રણેય મૃતકો પોલીસના બાતમીદારો હતા અને દારૂ ભરેલી ગાડીનો પીછો કરતા હતા.