બુધવાર, 13 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: બુધવાર, 8 ઑગસ્ટ 2018 (14:17 IST)

વાસ્તુ શાસ્ત્ર - ઘરના બાથરૂમમાં છુપાયુ છે તમારી પરેશાનીઓનુ સમાધાન

વાસ્તુશાત્રમાં આપણા જીવન સાથે જોડાયેલ અનેક વાતો વિશે બતાવવમાં આવ્યુ છે. વાસ્તુ ટિપ્સ અપનાવીને તમે ઘરમાં શાંતિ, સુખ સમૃદ્ધિ અને આર્થિક મજબૂતીને મેળવી શકો છો. વાસ્તુશાસ્ત્ર બધાના જીવન પર ઊંડી અસર કરે છે. 
 
ઘરનુ બાથરૂમ દેખાવમાં તો સાધારણ લાગે છે પણ તેનો ખ્યાલ ન રાખતા તમને પારિવારિક-આર્થિક અને શારીરિક અનેક પરેશાનીઓ થઈ શકે છે. પણ જો કેટલીક વાતોનુ ધ્યાન રાખો તો તમે આ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો.  ઘરના બાથરૂમમાં પણ અનેક પરેશાનીઓનુ સમાધાન છિપાયુ છે. 
 
વાસ્તુ ટિપ્સ
 
ભૂરી બાલ્ટી એટલે કે ડોલ  -  જો તમને પૈસાની કમી રહેતી  હોય કે પૈસા આવતા જ ખર્ચ થઈ જતા હોય કે તમને કોઈની પાસેથી ઉધાર લેવુ પડે છે તો બાથરૂમમાં ભૂરા રંગની બકેટ મુકવી લાભદાયક સાબિત થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ બાથરૂમમાં ભૂરા રંગની બાલ્ટી મુકવાથી સુખ સમૃદ્ધિ આવે છે અને પૈસાનુ આગમન થાય છે.  પણ ધ્યાન રાખો કે બાલટીને ક્યારેય ખાલી ન છોડતા. તેમા હંમેશા થોડુ ઘણુ પાણી હોવુ જોઈએ . 
 
અરીસો - બાથરૂમના દરવાજાના બિલકુલ સામે અરીસો હોવો અશુભ માનવામાં આવે છે. કારણ કે બાથરૂમમાંથી નીકળેલી નકારાત્મક ઉર્જા કાચ સાથે અથડાઈને પરત તમારા ઘરમાં જતી રહે છે. 
 
બાથરૂમનો દરવાજો - અનેક લોકો બાથરૂમનો ઉપયોગ કર્યા પછી દરવાજો ખુલ્લો જ છોડી દે છે. પણ આવુ કરવાથી તે બહારની નકારાત્મક ઉર્જા પોતાની તરફ ખેંચે છે. આ રીતે તમને માનસિક પરેશાની થઈ શકે છે. 
 
અટેચ બાથરૂમ - અનેક ઘર કે બેડરૂમમાં જ બાથરૂમ અટેચ હોય છે. વાસ્તુનુ માનીએ તો બાથરૂમ અને બેડરૂમમાં બે જુદા જુદા પ્રકારની ઉર્જા હોય છે.  જેનુ અથડાવવુ પરસ્પર અશુભ હોય છે.  તેનાથી તમને શારીરિક પરેશાનીઓ થઈ શકે છે.  તેથી અટેચ બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખો.