મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 24 મે 2018 (15:06 IST)

દિલ્હી - ગર્લ્સ હોસ્ટેલના બાથરૂમમાં મળી એવી ગરોળી, જોઈને તમે પણ ગભરાય જશો

નવી દિલ્હી. દીવાલ પર ચોંટેલી નાનકડી ગરોળીને જોઈને લોકોઈન ચીસ નીકળી જાય છે. ખાસ કરીને છોકરીઓ ગરોળીથી વધારે ગભરાય છે. જો કે આ કોઈને નુકશાન નથી પહોંચાડતી પણ, આ વિચિત્ર જીવને જોઈને મોટાભાગે લોકો ગભરાય છે. આવી જ એક ઘટના 16 મેના રોજ દિલ્હીના એક ગર્લ્સ હોસ્ટલમાં જોવા મળી.  હોસ્ટલના બાથરૂમમાં એક વિશાળ ગરોળીને જોઈને છોકરીઓ ચીસો પાડવા માંડી. 
ઉલ્લેખનીય છે કે 16 મે દ્વારકા સ્થિત નેતાજી સુભાષ ઈંસ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજી (NSIT)ના ગર્લ્સ હોસ્ટલના બાથરૂમમાં એક મોટી ગરોળી આવી ગઈ. જેને જોઈને છોકરીઓ ગભરાય ગઈ. ગરોળીની ફોટો ઈંસ્ટીટ્યૂટના ઈનહાઉસ ન્યૂઝપેપરના ફેસબુક પેજ ધ અલાયંસ - NSIT' ન્યૂઝપેપર પર શેયર કરવામાં આવી. આવી ગરોળીને મૉનિટર લિઝાર્ડ કહેવામાં આવે છે. 
 
ફેસબુક પોસ્ટમાં ફોટો સાથે લખવામાં આવ્યુ કે ગર્લ્સ હોસ્ટલ 1 ના ત્રીજા માળના એક રૂમના બાથરૂમમાં મૉનિટર લિજાર્ડ મળી છે.  સુરક્ષિત રહો અને તમારા રૂમના દરવાજા બંધ રાખો. પોસ્ટમાં આગળ કહ્યુ છે કે હોસ્ટલમાં આવવા જવા માટે જંગલના રસ્તાને બદલે મેન રોડનો ઉપયોગ કરો.  આ ફેસબુક પોસ્ટને સતત શેયર કરવામાં આવી રહી છે. 
 
ઉલ્લેખનીય છે કે આ પ્રજાતિની ગરોળી ઝેરીલી હોય છે. માહિતી મુજબ તેના કરડવાથી મોત નથી થતુ પણ વ્યક્તિને ગંભીર બીમારી થવાનો ખતરો રહે છે. 
માહિતી મુજબ આ ફોટો હોસ્ટલમાં રહેનારી કૃતિકા નામની યુવતીએ ક્લિક કર્યો છે. કૃતિકાએ એક ન્યૂઝ ચેનલને આપેલ ઈંટરવ્યુમાં કહ્યુ કે ગરોળીને બાથરૂમમાં બંધ કરીને મુકવામાં આવી અને મેનેજમેંટને માહિતી આપવામાં આવી.  તેમણે કહ્યુ કે વાઈલ્ડલાઈફ અધિકારી આવ્યા અને તેને હોસ્ટલથી દૂર લઈ ગયા. 


વીડિયો સાભાર - યુટ્યુબ