શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: સોમવાર, 27 એપ્રિલ 2020 (19:06 IST)

વાસ્તુ ટિપ્સ - આ ઉપાયોથી ઘરની નકારાત્મકતા દૂર કરો

જીવનની મોટામાં મોટી મુશ્કેલીઓને સકારાત્મક વિચાર દ્વારા પરાસ્ત કરી શકાય છે. જો આપણે નાની વસ્તુઓ વિશે સકારાત્મક વિચાર કરીએ, તો આપણે ઘણી મુશ્કેલીઓને સરળ અને જીવનને વધુ સુંદર બનાવી શકીએ છીએ,  પરિવારની પ્રગતિ માટે કુટુંબના દરેક વ્યક્તિની   વિચારશીલતા સકારાત્મક  હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તુમાં તે માટે કેટલાક સરળ ઉપાય બતાવ્યા છે. ચાલો જાણીએ તેના વિશે...  
 
- તે આનંદનો સમય હોય કે દુ:ખના  દિવસ હોય, દરરોજ સવારે તમારા પ્રિય ભગવાનનો આભાર માનો  હંમેશા ભગવાન પર ભરોસો રાખો. ભગવાનમાં વિશ્વાસ રાખો, તેનાથી આત્મવિશ્વાસ વધે છે.
 
- ઘર હંમેશાં સાફ રાખો. ગંદકી કચરો નકારાત્મક ઉર્જાને વધારે છે. સવારે સૂર્યપ્રકાશ ઘરમાં પ્રવેશવા દો. સૂર્યોદય પછી ઘરમાંય કોઈ સૂઈ ન જાય તેનુ ધ્યાન રાખો.   ધ્યાન રાખો કે ઘરમાં કોઈ ક્લેશ ન થાય.
- જો ઘરની આજુબાજુ કોઈ સુકા ઝાડ હોય તો તેને કાપી નાખો. ઘરમાં સુકા ફૂલો ન રાખશો.
- જ્યારે સાવરણીનો ઉપયોગ ઘર અથવા ઓ ફિસમાં થતો ન હોય ત્યારે તેને આંખોની સામેથી દૂર કરો.
- ઘરમાં રહેલો બિનજરૂરી સામાન સ્ટોર રૂમમાં જ મુકો. .
- ઘરમાં  ગણેશજીની તસ્વીર સ્વસ્તિક, ઓમ અથવા આશીર્વાદ મુદ્રામાં બેસેલા હોય
- ભૂલથી પણ પશુઓની તસ્વીર ન લગાવો. ઘરે આવેલા મેહમાનને હંમેશા સ્વચ્છ વાસણમાં જ પાણી પીવડાવો.  જમ્યા પછી એંઠા વાસણ ઉઠાવીને સ્વચ્છ કરવાના સ્થાન પર મુકો. 
- ઘરમાં છોડ વૃક્ષ લગાવો. 
- બહારથી ઘરમાં આવો તો પરિજનો માટે કંઈક ને કંઈક લઈને આવો.
-  હંમેશા બીજાના સારા કાર્યોની પ્રશંસા કરો.  
- સૂર્યાસ્તના સમયે ઘરમાં ઝાડુ ન લગાવો. ઘરમાં જૂતા-ચપ્પલ કાઢીને જ પ્રવેશ કરો. ઘરમાં શૌચાલયના દરવાજા હંમેશા બંધ રાખો.