રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 5 મે 2022 (00:45 IST)

Vastu Tips : જો તમે તમારા ઘરમાં શાંતિ જાળવી રાખવા માંગતા હોય તો સૂર્યાસ્ત પછી ન કરશો દૂધનુ સેવન

vastu tips
જીવનમાં નાનકડો ફેરફાર ફક્ત જીવનમાં જ નહીં પણ તમારા ઘરમાં પણ મોટો ફરક લાવે છે. તમારે ફક્ત વાસ્તુશાસ્ત્રનું પાલન કરવાની જરૂર છે. જો તમે ધાર્મિક વ્યક્તિ છો અને વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ રાખો છો તો અમે કેટલીક ટિપ્સ બતાવી રહ્યા છે જે તમારા ઘરમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવશે.
 
તમને જાણીને નવાઈ લાગશે કે કેટલીક એવી વસ્તુઓ છે જે આપણે સૂર્યાસ્ત પછી ન કરવી જોઈએ.
 
1. ગંદા વાસણો ક્યારેય ન છોડો
વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે ગંદા વાસણો સિંકમાં રાખવાથી ઘરની સમૃદ્ધિ ઓછી થઈ શકે છે.
જ્યોતિષશાસ્ત્રમાં વાસણોને હંમેશા શનિ અને શુક્રની નિશાની માનવામાં આવે છે. તેથી, સૂતા પહેલા વાસણો સાફ કરવા જોઈએ
 
2. સૂર્યાસ્ત પછી દૂધનું સેવન ન કરો
શનિ, જે અંધકારનું ઘર છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જે લોકોની કુંડળીમાં ચંદ્ર છઠ્ઠા ભાવમાં હોય અથવા અન્ય કોઈ રીતે હોય તેમણે રાત્રે દૂધ ન પીવું જોઈએ.
 
3. પથારી પર બેસીને જમશો નહી 
આપણા ઘરમાં એક સામાન્ય પ્રથા છે કે પરિવારના સભ્યો ટેલિવિઝન જોતી વખતે પથારીમાં બેસીને જમી લે છે. પરંતુ શું તમે જાણો છો કે તે ખોટી રીત છે જેને આપણે આપણા રોજિંદા જીવનમાં અનુસરીએ છીએ. 
વાસ્તુશાસ્ત્ર અનુસાર, પલંગ પર ભોજન કરવાની આ આદત ઘરના સભ્યો વચ્ચેનો પ્રેમ ઓછો કરી શકે છે. તેમજ ખરાબ સપના આવે છે અને ઘરની શાંતિ ભંગ થાય છે. 
 
4. સૂર્યાસ્ત પછી વાળ અને નખ કાપવા નહીં
આધુનિક દિવસોમાં, રાત્રે વાળ કાપવા અને નખ કાપવા સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ શું તમે જાણો છો કે તે તમારા ઘરની શાંતિને બગાડે છે.
વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે વાળ શનિનુ સૂચક માનવામાં આવે છે જ્યારે કાતર અને બ્લેડ મંગળનું સૂચક છે. આ કારણે રાત્રે વાળ કપાવવા ન જોઈએ. એ જ રીતે રાત્રે નખ કાપવાથી મંગળ અને શનિની દુશ્મની વધે છે.