નવા ઘરમાં પ્રવેશ ક્યારે કરવો? આ દિવસે ન કરશો ગૃહ પ્રવેશ, છિનવાય જશે ખુશીઓ
શુ છે માન્યતા - હિન્દુ જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર કેટલાક એવા દિવસો અશુભ બતાવ્યા છે જે દિવસે ગૃહ પ્રવેશ કરવો વર્જિત હોય છે.
શુભ તિથિઓ - શુકલ પક્ષની દ્વિતીયા, તૃતીયા, પંચમી, ષષ્ઠી,સપ્તમી, દશમી, એકાદશી અને ત્રયોદશી તિથિને પંચાગ મુજબ ગૃહ પ્રવેશ માટે બેસ્ટ ગણાવી છે.
આ છે શુભ દિવસ - અઠવાડિયામાં સોમવાર, બુધવાર, ગુરૂવાર અને શુક્રવારનો દિવસ નવા ઘરમાં પ્રવેશ માટે શુભ બતાવ્યો છે.
ગૃહ પ્રવેશ માટે અશુભ દિવસ
ગૃહ પ્રવેશ માટે રવિવાર, મંગળવાર અને શનિવારનો દિવસ અશુભ બતાવ્યો છે.
અશુભ તિથિઓ
વિક્રમ સંવંતના પંચાગ મુજબ ચતુર્થી, નવમી અને ચતુર્દશી તિથિને અશુભ બતાવી છે.
તહેવારો પર ગૃહ પ્રવેશ
આમ તો તહેવારોનો દિવસ ખૂબ ખાસ હોય છે પરંતુ તહેવારો જેવા કે હોળી અને દિવાળી પર પણ ગૃહ પ્રવેશ કરવો અશુભ હોય છે.
કન્યાના પગ
કોઈપણ નવા ઘરમાં પ્રવેશ કરતા પહેલા ધ્યાન રાખો કે પુરૂષના સ્થાન પર કન્યાના પગ પહેલા પડે જેથી ઘરમાં સમૃદ્ધિ કાયમ રહે.
પૂજા-પાઠનુ મહત્વ
નવા ઘરમાં પ્રવેશ પહેલા સંપૂર્ણ વિધિ વિધાનથી પૂજા પાઠ કરાવવા જોઈએ. જેથી તમારા ઘરને દેવતાઓનો આશીર્વાદ મળે.
સત્કાર
- નવા ઘરમાં મહેમાનોનો સત્કાર સંપૂર્ણ સંસ્કાર સાથે થવો જોઈએ. આવા ઘરમાં સુખનો વાસ રહે છે.