શનિવાર, 8 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 8 નવેમ્બર 2025 (11:12 IST)

અમેરિકામાં શટડાઉનને કારણે ઍરલાઇન કંપનીઓને ટ્રાફિક ઘટાડાના નિર્દેશ, અનેક ઉડાણો મોડી પડી

અમેરિકામાં શટડાઉન
અમેરિકામાં શટડાઉનને કારણે ઍરલાઇન કંપનીઓને ટ્રાફિક ઘટાડાના નિર્દેશ અપાયા છે. એ બાદ પાંચ હજાર કરતાં વધુ ઉડાણો કાં તો રદ થઈ ગઈ છે અથવા તો મોડી પડી છે.આના કારણે 40 સૌથી વ્યસ્ત હવાઈ મથકો પર ઘરેલુ ફ્લાઇટ્સને અસર થશે. જોકે, અધિકારી ઍર ટ્રાફિક કંટ્રોલર પર દબાણ ઘટાડવાના પ્રયાસ કરી રહ્યા છે. 
 
એવિએશન એનાલિટિક્સ કંપની સિરિયમના ડેટા અનુસાર, સાતમીથી નવમી નવેમ્બર દરમિયાન 1,700થી વધુ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. FAAના આદેશ મુજબ, પગાર ચૂકવવાને કારણે થતી નાણાકીય મુશ્કેલીને ધ્યાનમાં રાખીને અમેરિકાના 40 મુખ્ય એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઇટ કામગીરીમાં શરૂઆતમાં 4 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જે મુખ્ય એરપોર્ટની સેવાઓ ખોરવાઈ છે તેમાં એટલાન્ટા, ડેનવર, નેવાર્ક, શિકાગો, હ્યુસ્ટન અને લોસ એન્જલસ જેવા મોટા શહેરોના એરપોર્ટનો સમાવેશ થાય છે.
 
હવાઈ મથક ઍર ટ્રાફિક કંટ્રોલરની અછત સામે ઝઝૂમી રહ્યાં છે, કારણ કે તેઓ કાં તો સિક લીવ લઈ રહ્યા છે, અથવા તો અન્યત્રે કામ કરી રહ્યા છે. કારણ કે સંઘીય સરકારનું કામકાજ બંધ થવાને કારણે તેમણે વેતન વિના કામ કરવું પડી રહ્યું છે.
 
સંઘીય વિમાન પ્રશાસન (એફએએ)એ કહ્યું છે કે દેશમાં ઘરેલુ ઉડાણોમાં ઘટાડો ચાર ટકાથી શરૂ થશે અને આગામી અઠવાડિયાના અંત ભાગ સુધીમાં તેને દસ, 15 કે 20 ટકા કરી શકાય છે.