શનિવાર, 8 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated :જકાર્તા. , શુક્રવાર, 7 નવેમ્બર 2025 (15:21 IST)

ઈંડોનેશિયાની મસ્જિદમાં જુમ્માની નમાઝ દરમિયાન બ્લાસ્ટ, 50 થી વધુ લોકો ઘાયલ

Jakarta mosque blast
Jakarta mosque blast
 
 ઈંડોનેશિયાની રાજધાની જકાર્તામાં આવેલ કેલાપા ગેંડિંગ વિસ્તારની એક મસ્જિદમાં શુક્રવારે બપોરે જોરદાર બ્લાસ્ટ થયો. રિપોર્ટ્સ મુજબ સ્ટેટ સીનિયર હાઈ સ્કુલ 72 (SMA નેગેરી 72) ની મસ્જિદમાં થયેલા આ બ્લાસ્ટ જુમ્માની  નમાઝ સમયે થયા. આ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 15 વિદ્યર્થીઓ અને 5 શિક્ષકો ઘયલ થઈ ગયા. સ્કુલ નેવી કંપાઉંડની અંદર છે. તેથી ત્યા તરત જ નેવીના જવાન અને પોલીસ પહોચી ગયા. બ્લાસ્ટ બપોરે લગભગ 12:30 વાગે થયો.  

અચાનક થયો જોરદાર ધમાકો 
સાક્ષીઓના જણાવ્યા મુજબ, મસ્જિદના મુખ્ય હોલના પાછળના ભાગમાંથી એક મોટો અવાજ આવ્યો અને ધુમાડો ફેલાઈ ગયો. ભક્તો ભાગવા લાગ્યા. ગણિતના શિક્ષક બુડી લક્સોનોએ જણાવ્યું હતું કે, "ઉપદેશ શરૂ જ થયો હતો ત્યારે અચાનક એક જોરદાર વિસ્ફોટ થયો. રૂમ ધુમાડાથી ભરાઈ ગયો. બાળકો રડતા અને ચીસો પાડતા બહાર દોડી ગયા, કેટલાક પડી ગયા." મોટાભાગના ઘાયલોને કાચના ટુકડાથી ઇજા થઈ હતી અથવા વિસ્ફોટથી સાંભળવામાં નુકસાન થયું હતું. બધાને નજીકના કેલાપા ગેડિંગ ક્લિનિકમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત ખતરાની બહાર છે.
 
ઘટનાસ્થળે તૈનાત નૌકાદળના કર્મચારીઓ
વિસ્ફોટ પછી તરત જ, નૌકાદળના કર્મચારીઓ અને જકાર્તા પોલીસે વિસ્તારને ઘેરી લીધો. બોમ્બ સ્ક્વોડ દ્વારા મસ્જિદ અને આસપાસના વિસ્તારની સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, "પ્રારંભિક તપાસમાં વિસ્ફોટનું કારણ નક્કી થયું નથી. તે ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ અથવા ખામીયુક્ત ઇલેક્ટ્રોનિક ઉપકરણ હોઈ શકે છે." જોકે, ઘટનાસ્થળે કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી, જેમાં ઘરે બનાવેલા બોમ્બ ભાગો, રિમોટ કંટ્રોલ, એરસોફ્ટ ગન અને રિવોલ્વર પ્રકારના હથિયારોનો સમાવેશ થાય છે.
 
ઘટનાની તપાસ ચાલી રહી છે 
પોલીસે જણાવ્યું હતું કે વિસ્ફોટોની તપાસ ચાલુ છે. ફોરેન્સિક અને બોમ્બ નિષ્ક્રિય નિષ્ણાતો બધી વસ્તુઓની તપાસ કરશે. હાલમાં કોઈ નિષ્કર્ષ કાઢવો અકાળ ગણાશે. શાળા બંધ કરી દેવામાં આવી છે અને વિસ્તાર કડક સુરક્ષા હેઠળ છે. પોલીસ ટૂંક સમયમાં સંપૂર્ણ રિપોર્ટ જાહેર કરશે.