આસોપાલવ અને વાસ્તુ
P.R
- કોઈપણ શુભ મુહુર્તમાં અશોક વૃક્ષની જડને કાઢી લો. જડને કાઢીને તેને સ્વચ્છ પાણીથી અથવા ગંગાજળથી શુદ્ધ કરી લો. તમારા પૂજા સ્થાન પર માં દુર્ગાના મંત્રથી 108 વાર જપ કરો. ત્યારબાદ આ મૂળ જડને લાલ કપડા કે લાલ દોરાથી શરીર પર ધારણ કરવાથી કાર્યોમાં તરત જ સફળતા મળે છે. આની મૂળ જડને શુદ્ધ કરીને તકિયાની અંદર રાખવાથી વૈવાહિક જીવનમાં પરસ્પર પ્રેમ રહે છે.
- જો આસોપાલવના ઝાડ પર રોજ પાણી ચઢાવવામાં આવે તો એ ગરમાં માતા ભગવતીનો વાસ રહે છે. એ મકાનમાં રોગ, શોક, ગૃહ, ક્લેશ, અશાંતિ જેવી સમસ્યાઓ રહેતી નથી. આસોપાલવ પર રોજ પાણી ચઢાવનાર વ્યક્તિ પર લક્ષ્મીની કૃપા રહે છે. દર શુક્રવારે આસોપાલવના ઝાડ નીચે ઘી અને કપૂર મિશ્રિત દીવો લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી.
- આસોપાલાનુ વૃક્ષ ધરમાં ઉત્તર દિશામાં લગાવવુ જોઈએ. જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું સંચારણ બન્યુ રહે છે. ઘરમાં અશોક વૃક્ષ હોવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે છે અને અકાળ મૃત્યુ નથી થતુ.
- પરિવારની સ્ત્રીઓને શારીરિક અને માનસિક ઉર્જામાં વધારો કરે છે. જો સ્ત્રીઓ આસોપાલવના વૃક્ષ પર રોજ જળ ચઢાવે તો તેમની ઈચ્છા અને વૈવાહિક જીવનમાં સુખદ વાતાવરણ કાયમ રહે છે.
- જે વિદ્યાર્થીઓ વાંચે છે પુષ્કળ પણ થોડીવાર પછી ભૂલી જાય છે તો તેઓ આસોપાલવની છાલ અને બ્રાહ્મી સમાન માત્રામાં સુખાવીને તેનુ ચૂરણ બનાવી લે. આ ચૂરણને 1-1 ચમચી સવાર સાંજ એક ગ્લાસ કૂણાં દૂધમાં સેવન કરવાથી તરત લાભ મળશે.