ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

ઘરમાં બંધ ધડિયાળ મુકવાથી....

N.D
કહેવાય છે કે સમય દરેક વ્યક્તિને માટે અમુલ્ય હોય છે, કારણ કે વીતેલો સમય કયારેય પરત આવતો નથી. જે આજે છે તે કાલે નહી હોય અને જે કાલે હતુ તે આજે નથી હોઈ શકતુ. તેથી જ કહેવાય છે કે .. 'ચલતી કા નામ જીંદગી હૈ' . ઘરની દરેક વસ્તુનુ પોતાનુ એક અલગ મહત્વ હોય છે અને તેના મુજબ તેનો પ્રભાવ અમારા જીવન પર પડે છે. જેમાંથી મહત્વપૂર્ણ વસ્તુ છે ઘડિયાળ. ઘડિયાળ આપણને કાયમ ચાલતા રહેવાનો સંદેશ આપે છે.

એકબાજુ ઘડિયાળ આપણને યોગ્ય સમયની માહિતી આપે છે તે જ રીતે વાસ્તુ મુજબ આપણા પરિવારના સભ્યો પર સકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડે છે. ઘડિયાળ પણ વાતાવરણમાં વહેતી સકરાત્મક ઉર્જાને સંકલિત કરે છે. જેનો પ્રભાવ ઘરના સભ્ય પર પડે છે.

બંધ ઘડિયાળને હાનિકારક માનવામાં આવે છે. બંધ ઘડિયાળ નકારાત્મક ઉર્જા વધારે છે અને પોઝીટીવ એનર્જીનો પ્રભાવ ઓછો કરે છે. ઘરમાં બંધ ઘડિયાળ ન રાખવી જોઈએ. જો કોઈ ઘડિયાળ બંધ છે તો તેને તરત જ ચાલુ કરો નહિ તો તેને ઘરમાંથી હટાવી દો. ફેંગશુઈની માન્યતા છે બંધ ઘડિયાલથી ઘરમાં ધનની આવક પણ પ્રભાવિત થાય છે. ઘડિયાળ એવી જગ્યાએ લગાવવી જોઈએ જ્યાથી બધાને સહેલાઈથી દેખાય શકે.