મુખ્ય દ્વારનું મહત્વ
|
જ્યારે આપણે ઘરનું નિર્માણ કરીએ છીએ ત્યારે ઘરની અંદર અને બહાર બંને બાજુઓને ધ્યાનમાં રાખીને કરીએ છીએ. નિર્માણની વાત આવે એટલે આપણે ખુબ જ ધ્યાન રાખીએ છીએ કે ઘરનો પ્રવેશદ્વાર કઇ દિશામાં છે.પરંતુ તે બાબત ધ્યાનમાં નથી લેતા કે પ્રવેશદ્વાર કેવો હોવો જોઇએ.
તો અહી ઘરનાં પ્રવેશદ્વાર વિશે થોડીક ટીપ્સ આપી છે જે ધ્યાનમાં લેવા જેવી છે.
* ઘરનો મુખ્ય દ્વાર હંમેશા લાકડાનો જ હોવો જોઇએ.
* દરવાજા પર કલાત્મક કોતરણી અને કુદરતી રંગો હોવા જોઇએ.
* પરંતુ મુખ્ય દ્વાર પર ક્યારેય યુધ્ધને લગતાં ચિત્રો કે કોઇ રાક્ષસનાં કે અન્ય કોઇ ડરામણા ચિત્રો લગવવા જોઇએ નહિ.
* કોઇ મરેલા જાનવરનું મુખ પણ ન લગાવવું જોઈએ.
* પ્રવેશ દ્વાર પાસે કોઇ થાંભલો, સીડી કે કોઇ કુવો પણ ન હોવો જોઈએ.
* મુખ્ય દ્વાર પાસે કદાપી પણ શૌચાલય ન બનાવો વળી તેની આજુબાજુ કે ઉપર પણ ન હોવુ જોઇએ તેનું પણ ખાસ ધ્યાન રાખો.