શનિવાર, 27 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

વાસ્તુ અને ખેતી- 4

વાહન મુકવાની યોગ્ય દિશા

* થ્રેસર, બળદગાડુ અને અન્ય વાહનો ખેતરના પશ્ચિમ વાયવ્ય ખુણામાં જ મુકવા. નૈઋત્ય કે ઈશાન ખુણામાં ક્યારેય પણ મુકવા નહિ.

* વેચવા માટે બહાર લઈ જવામાં આવતુ અનાજ પશ્ચિમ, વાયવ્ય કે પુર્વ તરફના દરવાજાથી બહાર લઈ જવામાં આવે તો સારો ભાવ મળે છે અને ઝડપથી વેચાઈ પણ જાય છે.

* અનાજ લઈ જતી વખતે જો ઈશાન ખુણા તરફથી જશો તો સારો ભાવ નહિ મળે.

* પુર્વ અગ્નિ ખુણા તરફથી બહાર જશો તો આર્થિક હાનિ થાય છે. સાથે સાથે વેચવામાં પણ થોડીક ખેંચમતાણ થાય છે.

* ખેતરમાં પશુઓ માટેનો ચારો નૈઋત્ય ખુણામાં કે દક્ષિણ દિશા તરફ હોવો જોઈએ.

* છાણા અગ્નિ ખુણામાં હોવો જોઈએ.

* ખેતર માટે ઉપયોગમાં લેવામાં આવતુ ખાતર અને રાસાયણિક ખાતર પશ્ચિમ દિશામાં હોવું જોઈએ.

* મુખ્ય પાક લેતી વખતે જો તેની સાથે અન્ય પાક લેવાનો હોય તો તેને પશ્ચિમ દિશા તરફ વાવવો જોઈએ.

* મોટા સ્તર પર ખેતીનું કાર્ય કરવાનું હોય તો અનાજનો ઢગલો પશ્ચિમ દિશા તરફ કરવો જોઈએ. પાર્કિંગ, અનાજને લાવવા લઈ જવા માટેનું કાર્યાલય પશ્ચિમ વાયવ્ય ખુણાવાળા ભાગમાં હોવું જોઈએ. અનાજને લઈ જનારા ટ્રક, ટ્રેક્ટર વગેરે ઉત્તર કે પુર્વ દિશા તરફ મોઢુ કરીને ઉભા રાખવા જોઈએ.