શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

વાસ્તુ અને ખેતી- 7

N.D
* ખેતરમાં ઈલેક્ટ્રીક પોલ, ટ્રાંસફાર્મર, જનરેટર વગેરે વિજળીના સાધન અગ્નિ ખુણામાં હોવા જોઈએ. ખેતરના મધ્યમાં સરકારી ઈલેક્ટ્રીક મોટા થાંભલા ન હોવા જોઈએ.

* જો ખેતરમાં તળાવ બનાવીને મસ્ત્ય ઉદ્યોગ કરવો હોય તો આને માત્ર અડધા ખેતરમાં પૂર્વ/ઉત્તર દિશામાં કરવો જોઈએ. જો ખેતરમાં ઘેટા-બકરાનો ઉછેર કરવો હોય તો દક્ષિણ કે પશ્ચિમ દિશા તરફ કરવો.

* જો ખેતરમાં નર્સરીનો વ્યવસાય કરવો હોય તો ખેતરના પૂર્વ/પશ્ચિમ દિશાવાળા ભાગમાં કરવો.

* ખેતરની સાર સંભાળ રાખનાર વ્યક્તિને ખેતરના વાયવ્ય ખુણામાં, પૂર્વ દિશા કે અગ્નિ ખુણામા રાખવો જોઈએ. આને નૈઋત્યનો ખુણો ક્યારેય પણ ન આપશો નહિતર ખેતરના માલિકનું નુકશાન થાય છે.

* સુર્ય અસ્ત થયા પછી ખેતરનું કોઈ પણ કાર્ય ન કરશો, પશુઓને પણ કામે લગાડવા જોઈએ નહિ.