શનિવાર, 27 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

વાસ્તુમુજબ બેડરૂમની યોગ્ય દિશા

N.D
કહેવાય છે કે કોઈ વ્યક્તિનુ વૈવાહિક જીવન સુખી હોય તો તેનુ આખુ જીવન આપમેળે જ સુખી થઈ જાય છે. વાસ્તુના મુજબ જો બેડરૂમ યોગ્ય દિશામાં નહી રહે તો પતિ-પત્નીમાં ઝગડાં થાય છે. પૂર્વ દિશામાં બેડરૂમ શુભ નથી માનવામાં આવતુ. આ દિશામાં બેડરૂમ બનલો હોય છે તો તેને અવિવાહિત બાળકો માટે ઉપયોગમાં લઈ શકાય છે. નવવિવાહિત દંપતિ માટે આ દિશા વર્જિત છે.

વાસ્તુ મુજબ પૂર્વ દિશા ઈન્દ્રની હોય છે અને ગ્રહોમાં સૂર્ય-ગ્રહની દિશા હોય છે. વૃદ્ધો અને અવિવાહિત બાળકો માટે બેડરૂમ માટે ઉપયોગમાં લઈ શકાય છે. ઉત્તર-પૂર્વ દિશામાં બેડરૂમનુ નિર્માણ ન કરો તો યોગ્ય રહેશે. આ દિશા ગ્રહોમાં ગુરૂની દિશા માનવામાં આવે છે. જે પૂજાઘર કે બાળકોના સ્ટડીરૂમ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.

પરણેલા લોકો આ રૂમમાં સાથે રહેશે તો કન્યા સંતાન વધુ થવાની શક્યતા રહે છે. દક્ષિણ-પશ્ચિમ દેશાનો રૂમ શયન માટે સૌથી સારો માનવામાં આવે છે. ગૃહસ્વામી માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે. નેઋત્ય કોણ પૃથ્વી તત્વ અર્થાત સ્થિરતાનુ પ્રતિક છે. તેથી આ કક્ષમાં ગૃહસ્વામેનો શયનકક્ષ હોવાથી તે નિરોધી અને મકાનમાં લાંબો સમય સુધી નિવાસ કરે છે. દક્ષિણ દિશામાં શયન કક્ષ ગૃહસ્વામીને માટે યોગ્ય માનવામાં આવે છે. ગૃહસ્વામીના ઉપરાંત પરણેલા લોકો માટે પણ યોગ્ય માનવામાં આવે છે.