શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

સારા જીવન માટે વાસ્તુ જરૂરી

N.D
કેટલીક વાર એવુ બને છે કે સમય અને સંજોગોને આધીન જીવવા માટે ટેવાય ગયેલા માણસ ક્યારેક સમયને જીતવાનો પ્રત્યન કરે છે તો ક્યારેક સમયને દોષ આપે છે. પરંતુ સમયની સાથે રહેવાની સમજણ આપે છે હકારાત્મક ઊર્જા જે મળે છે વાસ્તુ નિયમોથી. આવા જ કેટલાક નિયમો ...

- જો દક્ષિણ પશ્વિમમાં જગ્યા છુટી હોય તો જીવનનું સંતુલન નથી રહેતુ.

- જો પ્લોટનું મુખ્યદ્વાર અગ્નિમાં હોય તો ઘર નારીપ્રધાન હોય. આને જો ઘરનું મુખ્યદ્વાર પૂર્વમા મધ્યમાં હોય તો ઘરના બધા સભ્યો સંપીને નથી રહી શકતા.

- ઉત્તરમાં દાદરો બાળકો થવાની સમસ્યા લાવી શકે. વાયવ્યમાં બેડરૂમ સારો ગણાય પણ ઘરની મુખ્ય વ્યક્તિઓ માટે નહીં કારણ કે સૂતી વખતે પશ્ચિમ તરફ માથું રાખવાથી મન અશાંત રહે.

- નૈઋત્યમાં દક્ષિણમુખી મંદિર હોય તો રિપેરિંગ વધારે માગે. ઉત્તરી વાયવ્યમાં દાદરો આર્થિક સમસ્યા અને જાતીય જીવનને લગતી સમસ્યા લાવી શકે. સ્ટોરરૂમ જો દાદરા નીચે હોય તો પેટને લગતી બીમારી આવે.

ટૂંકમાં કહી શકાય કે જો સારૂ જીવન જીવવા માંગતા હોય તો સદ્દભાવ, સંસ્કાર અને સંત્સંગ જરૂરી છે. આ બધુ મળે છે હકારાત્મક ઉર્જાથી
અને આવી ઊર્જા મળે છે વાસ્તુશાસ્ત્રમાંથી. હકારાત્મક ઉર્જા મેળવવા માટે સૂર્યને જળ ચઢાવવું. ઘરનો ઉંબરો પૂજી દરવાજા પર આસોપાલવનું તોરણ લગાવવું. જ્યાં જીવ છે ત્યાં શિવ છે અને ત્યાં જ સંપૂર્ણતા છે.