સુખ-સમૃધ્ધિ માટે ઉત્તર-પૂર્વ શુભ
N.D
બાલકની, ગેલેરી, પોર્ટિકોના રૂપમાં ઉત્તર-પૂર્વમાં ખુલ્લુ સ્થાન વધુ મૂકો, ટેરેસ અને ગેલેરી ખુલ્લા સ્થાનના હેઠળ આવવી જોઈએ. સુખ-સમૃદ્ધિ માટે ઉત્તર-પૂર્વમાં જ નિર્માણ કરવુ શુભ હોય છે.
જો બે માળનુ મકાન બનાવવાની યોજના છે તો, પૂર્વ અને ઉત્તર દિશાની તરફ મકાનની ઉંચાઈ ઓછી રાખો. એ જ દિશામાં અગાશી ખુલી રાખવી જોઈએ. ઉત્તર-પૂર્વમાં જ દરવાજા અને બારીઓ સૌથી વધુ સંખ્યામાં હોવા જોઈએ. એ પણ નક્કી કરી લો કે દરવાજા અને બારીઓની સંખ્યા વિષમ ન થાય. જેમ કે તેમની સંખ્યા 2,4,6,8 વગેરે રહેવી જોઈએ.
N.D
છોડ મકાનમાં એ રીતે લગાવો કે શરૂઆતમાં ત્રીજા પ્રહર સુધી એટલે કે 3 વાગ્યા સુધી મકાન પર તેની છાયા ન પડે. વૃક્ષોમાં પશ્ચિમમાં પીપળો, પૂર્વમાં વડ, દક્ષિણમાં ગુલમહોર અને ઉત્તરમાં કૈથનુ વૃક્ષ લગાવો.
