બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ
Written By
Last Updated : બુધવાર, 16 જાન્યુઆરી 2019 (11:23 IST)

વાઈબ્રન્ટ ગુજરાતમાં પાર્ટનર બનવા અમેરીકાનો ઈન્કાર

એક તરફ વેલ્ડન ગુજરાત 2019ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે પરંતુ અમેરીકાએ આંચકો આપતા જયાં સુધી ભારત તેની સાથેના વ્યાપારી મુદાઓમાં જે મતભેદો છે તે ઉકેલી ન લે ત્યાં સુધી વાઈબ્રન્ટ ગુજરાતમાં પાર્ટનર બનવા ઈન્કાર કરી દીધો છે. ભારત ખાતેના અમેરીકા ખાતેના અમેરીકી કોન્સ્યુલ જનરલ એડવર્ડ કેગનએ એક વાતચીતમાં જણાવ્યુ કે અમારા માટે હાલ મહત્વનું એ છે કે બન્ને દેશો વચ્ચે જે વ્યાપારી મુદાઓ છે તેમાં ઉકેલ આવવો જોઈએ. જે ભારત અને અમેરીકા બન્નેના મારકેટ માટે જરૂરી છે. વૈશ્ર્વિક સ્પર્ધામાં બન્ને દેશોએ સમાન સ્થિતિ બનાવવાની છે. એક સમારંભમાં ભાગ લેવા માટે વડોદરા આવેલા અમેરીકી દૂતાવાસના આ ઉચ્ચ અધિકારીએ જો કે તમામ મુદાઓ ઉપર જવાનો ઈન્કાર કર્યો હતો પરંતુ કહ્યું હતું કે અમેરીકી કંપનીઓને ભારત બજારમાં વધુ સારી તક મળે તે જરૂરી છે. અને તેનાથી જ વાઈબ્રન્ટ ગુજરાત જેવી તકનો અમે ઉપયોગ કરી શકીએ. જો ઈસ્યુનો ઉકેલ આવે તો અમે વાઈબ્રન્ટ ગુજરાતમાં એક ભાગીદાર થઈ શકીએ છીએ પણ અમે આ મુદે બહુ સ્પષ્ટ છીએ અને હાલ વાઈબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવાની અમારી કોઈ તૈયારી નથી. તેઓએ કેવડીયા કોલોની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પણ લીધી હતી.