1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મહિલા દિવસ
Written By
Last Modified: ગુરુવાર, 2 માર્ચ 2023 (15:06 IST)

Women's Day 2023 - "RED अच्छा है " - માસિક ધર્મ અંગે દુર કરીએ અજ્ઞાન, નારી શક્તિનું કરીએ સન્માન

છોકરીઓને થતા સામાજિક ભેદભાવ અને માસિક વિષે વૈજ્ઞાનિક માહિતી તેમજ માસિક સાથે સંકળાયેલી ખોટી માન્યતાઓ દુર કરવાના ઉદેશ્યથી ‘ચેતના' સંસ્થા દ્વારા "REDअच्छा है અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. "બેટી બચાઓ, બેટી પઢાઓ" યોજનાના ઉદેશ્ય અંતર્ગત ચેતના દ્વારા નગર પ્રાથિમક શિક્ષણ સમિતિ, અમદાવાદ તેમજ આરોગ્ય શાખા, અમ. મ્યુનિ. કોર્પો.ના સહકારથી તા. 23 ફેબ્રુઆરી, 2023 ના રોજ REDअच्छा है : 
 
અભિયાનનું ઉદ્ઘાટન સમારોહનું ગુજરાતી શાળા નંબર – 3, વાસણામાં માનનીય ધારાસભ્યશ્રી અમિતભાઈ શાહ, એલિસબ્રિજ વિધાનસભાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. ઉપરોક્ત કાર્યક્રમમાં પલ્લવી પટેલ, નિયામક ચેતના દ્વારા REDઅચ્છા હૈં અભિયાનનો મુખ્ય ઉદ્દેશ તેમજ તેના મહત્વ વિષે વિસ્તૃતમાં માહિતી આપી હતી. 
 
ડૉ. સુજય મહેતા, ચેરમેન, મ્યુનિસિપલ સ્કુલ બોર્ડ, દ્વારા “બેટી બચાઓ, બેટી પઢાઓ" યોજના ના ઉદ્દેશ્ય ને ધ્યાનમાં રાખીને દીકરીઓમાં ભણતરના મહત્વ ઉપર ખાસ ભાર મુકવામાં આવેલ હતો. ડૉ. જી.ટી. મકવાણા, ડેપ્યુટી હેલ્થ ઓફિસર, પશ્ચિમ ઝોન, અમ; દ્વારા માસિક ધર્મ અને તેની સ્વચ્છતા સાથે પૌષ્ટિક આહાર અને તેનું મહત્વ વિષય ઉપર માહિતી પ્રદાન કરી હતી. 
 
સ્નેહાબા પરમાર, કોર્પોરેટર, વાસણા વોર્ડ દ્વારા ભણતરની સાથે સાથે શારીરિક સ્વચ્છતાની ઉપર ખાસ ધ્યાન દોર્યું હતું, જે ભવિષ્યની સંભવિત બીમારીઓથી રક્ષણ પૂરું પાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઉપરોકત કાર્યક્રમમાં મુખ્ય મહેમાનઓ સાથે મેહુલભાઈ શાહ, કોર્પોરેટર, વાસણા વોર્ડ;  આશિષભાઈ પટેલ, પૂર્વ કોર્પોરેટર, વાસણા વોર્ડ; દિલીપભાઈ પટેલ, મદદનીશ શાસનાધિકારી, પશ્ચિમ ઝોન અને મેડીકલ ઓફિસર, વાસણા અર્બન હેલ્થ સેન્ટર ડૉ. હાર્દિક મેવાડા ઉપસ્થિત રહેલ હતા. 
 
RED अच्छा है અભિયાન અંતર્ગત ચેતના સંસ્થા દ્વારા અમદાવાદ શહેરની પશ્ચિમ ઝોનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યાર્થીઓને માસિક વિષે વૈજ્ઞાનિક માહિતી આપી માસિક અંગેની કીટ વિનામૂલ્યે પ્રદાન કરવામાં આવશે