શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મહિલા દિવસ
Written By
Last Modified: રવિવાર, 7 માર્ચ 2021 (16:06 IST)

મહિલા દિવસ - મહિલાઓના સ્વાસ્થયની કાળજી માટે ખૂબજ કામની આ 13 વાત

મહિલાઓ માટે સફાઈ ખૂબ મહત્વ રાખે છે. આ ન માત્ર તેના આરોગ્યને દુરૂસ્ત રાખે છે પણ ઘણા રીતના ઈંફેકશનથી પણ બચાવે છે અને આત્મવિશ્વાસ વધારે છે. દરેક મહિલા ઈચ્છે તો તે કોઈ પણ ઉમ્રની હોય, સુંદર જોવાવા ઈચ્છે છે પણ વગર પોતાની સફાઈ રાખે સુંદર અને આકર્ષક જોવાવું શકય નથી. 
 
આવો જાણીએ મહિલા દિવસના ખાસ અવસર પર અમે તમારી નાની-મોટી એ બધી વાત જણાવીએ છે, જે વ્યકતિત્વ સફાઈ માટે ખૂબ જરૂરી છે. 
 
1. શરીરની સફાઈ માટે નિયમિત નહાવું ખૂબ જરૂરી છે કેટલીક છોકરીઓ અને મહિલાઓ ઘણી વાર મન ન હોવાના કારણે ક્યારે ઠંડા મૌસમના કારણે કોઈ-કોઈ દિવસ નહી નહાવે છે. ભલે તમને ન લાગે કે તમે ગંદી થઈ છો કે નહી? પણ છતાંય દરરોજ નહાવું જરૂરી છે. પણ આ વાતથી વધારે કોઈ વાંધો નહી કે તમે દિવસમાં સ્નાન કરો કે રાતમાં. 
2. માથાની સફાઈ માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 વાર શૈમ્પૂ અને કંડીશનર જરૂર કરવું. 
3. સાફ કપડા પહેરવું અન્ને તેમના અંદરના કપડા એટલે કે ઈનરવિયર દરરોજ બદલવું. 
4. ભોજન બનાવતા પહેલા અને ભોજન પછી હાથ સાબુ થી જરૂર ધોવું. ટૉયલેટ ઉપયોગ અને છીંકવા કે ખાંસ્યા પછી પણ તમારા હાથ ધોવા ન ભૂલવું. 
5. દરરોજ ડિયોડરેંટનો ઉપયોગ કરવું જેનાથી તમે પોતે મહકવું અને આસપાસના લોકોને પણ ફ્રેશ ફીલ કરાવવું. 
6. ઈનર ગારમેંટને વધારે ચુસ્ત ન પહેરવું. થોડા ઢીળા જેનાથી અંદર હવા આવતી રહે અને પરસેવાના કારણે તમને ઈંફેકશન ન હોય. 
7. તમારા ગુપ્તાંગને દરરોજ સાફ કરવું જેના માટે સાધારણ હૂંફાણા પાણીનો ઉપયોગ સારુ વિક્લ્પ છે. 
8. પીરિયડના સમયે પેડસને દર 8 કલાકમાં બદલતા રહેવું. 
9. સંભોગ પછી તમારા ગુપ્તાંગને સાફ કરીને ધોવું ક્યારે ન ભૂલવું. 
10. પબ્લિક ટોયલેટ સાફ જોવાય ત્યારે જ ઉપયોગ કરવું નહી તો તમે ઈંફેક્શનની ચપેટમાં આવી શકો છો. 
11. તમારા અંડરઆર્મસના વાળને વેક્સ કરતા રહો નહી તો પરસેવાની દુર્ગંધ આવવાની શકયતા રહે છે. 
12. તમારા ગુપ્તાંગના વાળને પણ શેવ કે વેકસ વગેરે કરતા રહેવું નહી તો ઘણી વાર ટાયલેટ પછી સ્ત્રાવ વાળમાં ચોંટી જાય છે જે તે ભાગમાં દુર્ગંધ આવવાના કારણમાંથી એક છે. 
13.   સવારે-સાંજે દાંતને બ્રશ કરવા ન ભૂલવું અને તમારી શ્વાસની સ્વચ્છતા પર પણ ધ્યાન આપો.