ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. મહિલા દિવસ 08
Written By ભાષા|

મહિલાઓ દરેક ક્ષેત્રમાં સમર્થ બનશે-સોનિયા

અમારી નીતિઓમાં મહિલાઓને લાભ મળશે - કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી

NDN.D

નવી દિલ્હી(ભાષા) યુપીએ સરકારની કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવી દિલ્હી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે સરકાર મહિલાઓને દરેક ક્ષેત્રમાં સમર્થ બનાવવા માંગે છે અને કેન્દ્રની સંયુ્કત પ્રગતિશીલ ગઠબંધન સરકારે આ દિશામાં પગલા ભર્યા છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ પોતાના પતિ અને પૂર્વ પ્રઘાનમંત્રી રાજીવ ગાંઘીને યાદ કરતા તેમણે કહ્યું હતું કે તેઓ માનતા હતા કે મહિલાઓ પાતાનું ભવિષ્ય જાતે બનાવી શકે છે. જેમા તે પોતાનું, પોતાના સંતાન અને પરિવારનું ભલુ કરી શકે છે.

યુપિએ સરકારની નીતિઓ વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે, અમારી નીતિઓમાં મહિલાઓને લાભ મળશે. સ્વયં સહાયતા સમૂહ અને માઈક્રો ફાઈનેન્સ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દીશામાં કારગર સાબિત થયા છે અને ગ્રામિણ રોજગાર ગેરંટી યોજનાથી પણ મહિલાઓને લાભ મળશે.

બાળ વિકાસ માટે ચલાવવામાં આવી રહેલી આંગણવાડી યોજનાના કાર્યકર્તાઓ અને સહાયિકાઓના યોગદાનનો ઉલ્લેખ કરતા સોનિયાએ જણાવ્યું હતું કે, તેમને ગર્વ છે કે તેમના યોગદાનના કારણે યુપીએ સરકારે તેમની માનદ વેતનમાં 50 ટકા વધારો કર્યો છે.

છેલ્લે તેઓએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં 15 મહિલાઓને ઉલ્લેખનીય યોગદાન આપવા બદલ સ્ત્રી શક્તિ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી હતી. આ પ્રકારના પુરસ્કારોથી મહિલાઓને પ્રેરણા મળશે.