શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. મહિલા દિવસ 08
Written By એજન્સી|

એશ્વર્યા રાયના કેરિયરની જીવન યાત્રા

અભિષેક જ મારા જીવનનો સાચો હીરો છે : એશ્વર્યા બચ્ચન

NDN.D

એશબેબી આજકાલ હવામાં ઉડી રહી છે. લગ્ન પછી ખરેખર એશની જીંદગી બદલાઈ ગઈ છે. એશને પોતાના સાસરીયા એટલે કે બચ્ચન પરિવાર અને પતિ અભિષેક માટે ખુબ જ ગૌરવ છે અને માન પણ છે. લાગે છે કે એશ પોતાને એક આદર્શ વહુ સાબિત કરવા માંગે છે. એશ સાથેની એક વાતચીતમાં એશ્વર્યાએ મન ભરીને પોતાના પતિ અને બચ્ચન પરિવાર વિશે વાતચીત કરી. આ ઉપરાંત દેવદાસમાં તેની હરિફ રહી ચૂકેલી અને આજા નચલેથી પુર્નરાગમન કરેલ માધુરી વિશે પણ એશે ઘણુ બધુ કહ્યું. એશ કહે છે કે તેને માધુરીના પુર્નરાગમનનો કોઈ ડર નથી.

એશનું કહેવું છે કે માધુરીના બોલિવુડમાં પુર્નરાગમનથી તે જરાય ભરભીત નથી. આ બાબતે એશ કહે છે કે "મને તેનાથી કોઈ ભય નથી ઊલ્ટુ હું તો માધુરીને શુભેચ્છા પાઠવવા માંગુ છુ અને સફળતા માટે વીશ કરવા ઈચ્છુ છું."

એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે એશ પોતાના પતિ અભિષેકને હોલિવુડમાં ફિલ્મો મળે તે માટેના પ્રયત્નો કરી રહી છે. એશ આ બાબત સાથે જરાય સહમત નથી. તે કહે છે કે "હું અભિષેકને ક્યાંય પ્રમોટ કરતી નથી. આ એકમાત્ર અફવા જ છે. અભિષેક ખુબ સારો કલાકાર છે અને તે પોતાના દમ પર હોલિવુડમાં રોલ મેળવી શકે તેટલી લાયકાત ધરાવે છે."

એશની હોલિવડ ફિલ્મ લાસ્ટ લીજીઓન્સ આવતા વર્ષે રીલીઝ થવાની છે. એશ માટે એવું પણ કહેવાઈ રહ્યું છે કે તેની મીટ હવે હોલિવુડ ભણી છે. એશ આ વાતને પણ માત્ર અફવા જ ગણે છે. એશ કહે છે કે "હું મારો બેઈઝ ક્યાય શીફ્ટ કરી રહી નથી. હું બોલિવુડમાં જ છું. મેં ઘણી તમિળ ફિલ્મો કરી છે અને હાલ હું હોલિવુડની ફિલ્મો કરી રહી છું પરંતુ તેનો મતલબ એ નથી કે હું ક્યાય શીફ્ટ થઈ રહી છું. હું બોલિવુડમાં જ છું. અને ત્યાં જ રહેવા માંગુ છું."

નોંધનીય છે કે એશે 1997માં આવેલી ફિલ્મ ઔર પ્યાર હો ગયાથી બોલિવુડમાં કદમ મૂક્યો હતો અને તે દરમિયાન જ એશે તમિળ ફિલ્મ ઈરૂવરમાં પણ કામ કર્યુ હતું. આ ઉપરાંત એશ તેની આવતા વર્ષની શરૂઆતમાં રીલીઝ થનારી પીરીયડ ફિલ્મ જોધા અકબર વિશે પણ ખુબ જ ઉત્સાહિત છે. જો કે એવા સમાચારો હતાં કે ફિલ્મના શુટિંગ દરમિયાન એશને અભિનેતા રીતીક રોશન સાથે મતભેદો ઊભા થયા હતાં. પરંતુ વાતચીત દરમિયાન એશે આ બાબતે કશું પણ કહેવાનું ટાળ્યું હતું.

ફિલ્મ બાબતે એશ કહે છે કે જોધાનો રોલ એ મારા માટે ખુબ જ મહત્વનો અને ડ્રીમ રોલ છે. જોધા અને અકબર વચ્ચે સાંસ્કૃતિક અને ધાર્મિક મતભેદો હોવાના છતાં બન્ને વચ્ચેનો પ્રેમ એ ખુબ જ રસપ્રદ બાબત હતી. ફરીથી માધુરી વિશે વાત કરતા એશે એમ પણ કહ્યું કે જો સારી સ્ક્રીપ્ટ હસે તો તે માધુરી સાથે કામ કરવાની તક ચોક્કસ ઝડપી લેશે. એશનું કહેવું છે કે માધુરી ખુબ જ ટેલેન્ટેડ અભિનેત્રી અને એક સારી ડાન્સર છે.જો તમે દેવદાસ જોઈ હોય તો બધા પ્રશ્નોના જવાબ મળી જાય.

"દેવદાસના શુટિંગ વખતે અમારી વચ્ચે ખુબ સારો રેપો હતો અને અમે બન્ને એકબીજા સાથે કામ કરતી વખતે ખુબ જ કમ્ફર્ટેબલ હતાં."

નોંધનીય છે કે ગઈ કાલે એશ્વર્યા એક હીરાની જ્વેલરી બ્રાન્ડના લોન્ચ પ્રસંગે દિલ્હીમાં હતી જે દરમિયાન તેની સાથે વાતચીત થઈ હતી. એશે આ વખતે પણ પોતાના પતિના વખાણ ધરાઈને કર્યા હતાં. એશ કહે છે કે "અભિષેક જ મારી જીંદગીનો ખરો હીરો છે. દુનિયામાં તે સૌથી પ્રેમાળ પતિ છે.મારા ડેડ (અમિતાભ) અને મોમ (જયા)નું પણ મારી જીંદગીમાં ખુબ મહત્વ છે. જેમના તરફથી મને ખુબ જ પ્રેમ અને સ્નેહ મળ્યો છે."

ભૂતપૂર્વ વિશ્વસુંદરી અને બોલીહુડ્ની ટોપની હિરોઇન અને બચ્ચન પરિવારની કુલવધુ એશ્વર્યા તા. 1 નવેમ્બર, 2007માં ૩૪ વર્ષ પૂરા કરીને ૩૫માં વર્ષમાં પહોચી ગઇ છે. આ માટે તો એશને ખુબ ખુબ શુભકામનાઓ.. અને શુભેચ્છાઓ...
IFMIFM

એશ્વર્યા વિશે -
એશ્વર્યાનો જન્મ દક્ષિણ ભારતના મેંગ્લોર શહેરમાં થયો હતો. તેની માતૃભાષા તેલુગુ છે. તેના પિતાનું નામ ક્રિષ્નારાજ અને માતા વૃંદા રાય. જો કે એશના જન્મ પછી બધા મુંબઈ સ્થાયી થઈ ગયા હતાં. એશને એક મોટો ભાઈ છે જેનું નામ આદિત્ય છે. એશ્વર્યાએ મુંબઈની આર્ય વિધા મંદિરમાંથી શિક્ષણ મેળવેલું છે. ત્યારબાદ મુંબઈના ચર્ચગેટ વિસ્તારની જયહિંદ કોલેજમાં એકવર્ષ અને પછી એચએસસી રૂપારેલ કોલેજમાં કર્યુ હતું. એશ્વર્યા આર્કિટેકટની વિધાર્થીની હતી.

એશની કારકિર્દીની શરૂઆત-
કારકિર્દી મોડેલીંગથી શરૂ થઈ હતી. ત્યારબાદ તો એશે ૧૯૯૪માં મીસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો અને સુષ્મિતા પછી બીજા નંબરે રહી હતી. એશને મિસ વલ્ર્ડ સ્પર્ધામાં ભાગ લેવાનો મોકો મળ્યો અને તે બાજી મારી ગઈ. આ ઉપરાંત મીસ ફોટોજેનિક પણ બની.

એશની ફિલ્મ કારકિર્દી -
એશની કારકિદીર્ શરૂ થઈ તેલુગુ ફિલ્મ 'ઈરૂવર' (૧૯૯૭)થી. જેમાં તેની સાથે ખ્યાતનામ હીરો મોહનલાલ હતો. જયારે હિન્દી ફિલ્મોમાં એશની પ્રથમ ફિલ્મ રાહુલ રવૈલ દિગ્દર્શીત 'ઓર પ્યાર હો ગયા' હતી જેમાં તેનો સહ કલાકાર હતો બોબી દેઓલ. ફિલ્મ જૉ કે બોકસ ઓફિસ પર ફલોપ ગઈ. ત્યાર બાદ આવી શંકરની 'જીન્સ' ફિલ્મ જેણે એશને ફિલ્મફેરની દક્ષિણની ફિલ્મોની કેટેગરીમાં બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ અપાવ્યો. તેમ છતાં શરૂઆતમાં ફિલ્મ કેરિયર એશની સફળ ન્હોતી, તેમ છતાં તેણે પાછુ વાળીને જોયું નહી અને ૧૯૯૯માં સુભાષ ઘાઈની 'તાલ', ૨૦૦૦માં શાહરૂખ સાથેની 'મહોબતે' અને ત્યારબાદ ફરીથી શાહરૂખ સાથે આવેલી ફિલ્મ 'જોશ'. દરેકમાં એશના પાત્રમાં વિવિધતાઓ જ દેખાય. સૌથી કમાલ કરી દીધી સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'દેવદાસે'. આ ફિલ્મમાં પારોની ભૂમિકાએ એશને એક ગજબના મુકામ પર મૂકી દીધી. જેના કારણે તેને ફિલ્મફેરનો બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો. વિદેશમાં પણ આ ફિલ્મે ખુબ જ લોકપ્રિયતા મેળવી હતી. કેન્સ ફિલ્મ્સ ફેસ્ટીવલમાં તેનો સ્પેશિયલ શો રાખવામાં આવ્યો હતો.

એશને પ્રપોશ કરનારા પુરૂષો -
મોડેલીંગની શરૂઆતમાં એશ્વર્યાની જીંદગીમાં મોડેલ રાજીવ મુલચંદાની હતો, જેની સાથે તેણે પ્રથમ ડેટિંગ કર્યુ, ત્યારબાદ તો તેનું નામ સલમાન ખાન સાથે 'હમ દિલ દે ચુકે સનમ 'વખતથી જૉડાયું હતું. સલમાન અને એશ એકબીજાના પ્રેમમાં હતાં પરંતુ કોણ જાણે કોઇની નજર લાગી જતા બન્ને છૂટા પડયા અને એશની જીંદગીમાં આવ્યો વિવેક અબોરોય. પરંતુ તે પણ એશને જામ્યો નહીં અને આખરે મીસ વર્લ્ડ અટકી ગઈ અભિષેક બરચન પર.
IFMIFM

એશના લગ્ન -
૧૪મી જાન્યુઆરી ૨૦૦૭ના રોજ એશની અભિષેક સાથે સગાઈ થઈ અને ત્યારબાદ તુરંત જ એટલે કે ૨૦મી એપ્રિલે તેઓ શાદીના બંધનમાં બંધાઈ ગયા હતાં. કેન્સ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં પણ એશ ૨૦૦૨થી નિયમિતપણે દેખાય છે. ૨૦૦૩માં તો તે જયુરી મેમ્બર પણ બની હતી. ઓકટોબર ૨૦૦૪માં એશ્વર્યાનું લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં મીણનું પૂતળું પણ મુકવામાં આવ્યું છે. ખ્યાતનામ ટાઈમ સામયિક ઘ્વારા ૨૦૦૪માં એશની ગણના વિશ્વની ૧૦૦ પ્રભાવશાળી વ્યકિતઓમાં ગણના થઈ હતી. આ પહેલા ૨૦૦૩માં એશ્વર્યા ટાઈમ સામયિકની એશિયા એડિશનના કવર પર ચમકી હતી.

એશે લગ્ન પહેલા કરેલી તેની ફિલ્મ ધૂમ-2માં તેણે રીતીકને ચુંબન આપ્યું હતું તે ખૂબજ વિવાદાશ્પદ રહેતા આખરે બરચન પરિવારે તે ફિલ્મથી કઢાવી નાખ્યું હતું. ફિલ્મમાં એશનો રોલ એ પ્રકારનો હતો કે તેણે કપડા પણ એકદમ સેકસી પહેરવા પડયા હતાં જેના કારણે પણ તે ચર્ચામાં આવી ગઈ હતી. જો કે ફિલ્મ ખુબ જ સફળ થઈ હતી અને રીતીક સાથે એશની કેમેસ્ટ્રી પણ ગજબની લાગતી હતી. હાલમાં જ રીતીક અને એશને બેસ્ટ સ્ટાઈલિશ કપલનો એવોર્ડ પણ આ જ ફિલ્મ માટે મળેલ છે. છેલ્લે એશને આગામી વર્ષની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ - આવતું વર્ષ તેના અને તેના પતિ માટે ખુબ જ સારુ નીવડે તેવી કામના....