શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. મહિલા દિવસ 08
Written By ભાષા|

વેશ્યાવૃતિ કાયદાકિય નહીં-રેણુકા ચૌધરી

વેશ્યાવાડોને લાયસન્સ આપવામાં નહીં આવે-મહિલા અને બાળ કલ્યાણ મંત્રી

PIBPIB

નવી દિલ્હી (એજંસી) સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલયમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં આયોજિત એક સમ્મેલનમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી રેણુકા ચૌધરીએ આજે જણાવ્યું હતું કે, વેશ્યાવૃતિને કાયદાકિય માન્યતા તથા વેશ્યાવાડોને લાયસન્સ આપવામાં નહીં આવે. પરંતુ જબરદસ્તીથી દેહ વેપાર કરનારાઓ તથા શોષણ કરનારાઓ સામે સખ્ત પગલા ભરશે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં આયોજિત એક સમ્મેલનમાં ચૌધરીએ જણાવ્યું હતું કે,સરકાર વેશ્યાવાડોને કાનૂની માન્યતા નહીં આપે, પરંતુ જબરદસ્તીથી દેહ વેપાર કરનારાઓ તથા શોષણ કરનારાઓ સામે સખ્ત પગલા ભરશે.

ચૌધરીએ જણાવ્યું હતું કે, જો દેહ વેપાર સાથે જોડાયેલી મહિલાઓ એમ કહે કે લાયસન્સની માગ તેમનો સમજી વિચારીને લીધેલો નિર્ણય છે તો હું વેશ્યાવાડને લાયસન્સ આપવા તૈયાર છું, પરંતુ મોટા ભાગના કિસ્સામાં મહિલાઓને આ બાબતે ખબર જ નથી હોતી અને ગરીબીના કારણે તે મજબૂરીમાં આનો સ્વીકાર કરે છે.

સંયુક્ત રાષ્ટ્રના આંકડાઓ મુજબ દક્ષિણ એશિયામાં દર વર્ષે માનવ વ્યાપારના 150000 કિસ્સા પ્રકાસમાં આવ્યા છે.જેમાં મોટા ભાગના કિસ્સામાં ઓછી ઉંમરની મહિલાઓ અને બાળકોને સારી નોકરી અને લગ્નની લાલચ આપી તેના ઘરથી દૂર જઇ વેંચી નાંખવામાં આવે છે. આવી સ્થિતીમાં કેટલીક સામાજીક સંસ્થાઓ એ અપીલ કરી રહી છે કે ભારતમાં 54 લાખ વેશ્યાઓના અધિકારની રક્ષા તથા તેના સ્વાસ્થ્ય તેમજ શિક્ષા માટે દેહ વેપારને કાયદેસર બનાવવામાં આવે તે જરૂરી છે.