વર્લ્ડ કપ 2015 - ધોનીએ સિક્સર મારીને ટીમ ઈંડિયાને જીત અપાવી
ઝિમ્બાબવેના 288 રનોના લક્ષ્યનો પીછો કરતા કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈના વચ્ચે થયેલ મજબૂત ભાગીદારીથી ટીમ ઈંડિયાએ 6 વિકેટે મેચ જીતી લીધી. સુરેશ રૈનાએ જોરદાર સદી લગાવી તો બીજી બાજુ ધોનીએ પણ ઝડપી હાફ સેંચુરી મારીને ટીમને જીત આપવી દીધી. ધોનીએ સિક્સર મારીને ટીમને જીત અપાવી.
બંનેયે મળીને વર્લ્ડ કપમાં ભારત માટે પાંચમી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી કરી. ધોની અણનમ 85 રન અને રૈના એ અણનમ 110 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. આ પહેલા 4 વિકેટ જલ્દી ગુમાવી દીધા પછી ટીમ ઈંડિયા દબાણમાં આવી ગઈ હતી. પણ રૈના અને ધોનીએ ટીમને સાચવી લીધી.
આ પહેલા ઓપનર બેટ્સમેન રોહિત શર્મા અને શિખર ધવન સસ્તામાં આઉટ થઈ ગયા. બંને વિકેટ પયાંગારાના ખાતામાં ગઈ. પયાંગારાએ રોહિત શર્માને 16 રન પર કેચ આઉટ કરાવી જ્યારે કે ધવનને 4 રન પર બોલ્ડ કરવામાં આવ્યા. વિરાટ કોહલી અને અંજિક્ય રહાણે રમત સાચવી જ રહ્યા હતા કે 71ના કુલ સ્કોર પર રહાણે રન આઉટ થઈ ગયા. રહાણેએ 19 રનોની રમત રમી તેમને સિકંદર રજાએ રન આઉટ કર્યા.
પણ સૌથી મોટો ઝટકો ભારતને વિરાટ કોહલીના રૂપમાં લાગ્યો જ્યારે સ્પિનર સિકંદર રજાએ તેમને 38 રનના વ્યક્તિગત સ્કોર પર બોલ્ડ કરી દીધા. કોહલી એક શાર્ટ પિચ બોલને હિટ કરવા માંગતા હતા. પણ બોલ તેમના વિકેટ સાથે અથડાઈ. કોહલી જોતા જ રહી ગયા.