ગુરુવાર, 1 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ સમાચાર
Written By
Last Modified: આકલેંડ. , શનિવાર, 7 માર્ચ 2015 (16:41 IST)

દક્ષિણ આફ્રિકા જેવી ટીમને હરાવવી ખરેખર મોટી વાત - મિસ્બાહ

દક્ષિણ આફ્રિકા. પાકિસ્તાન
દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમ વિરુદ્ધ શાનદાર જીત નોંધાવ્યા પછી રાહત અનુભવી રહેલ પાકિસ્તાનના કપ્તાન મિસ્બાહ ઉલ હકે શનિવારે કહ્યુ કે આ તેમની ટીમ માટે એક મોટી જીત છે. મેચ પછી વરસાદ થવા લાગ્યો હતો અને પુરસ્કાર વિતરણ સમારંભ મેદાનમાં ન થઈને ઈંડોરમાં થયુ. મિસ્બાહે કહ્યુ કે દક્ષિણા આફ્રિકાના ખેલાડી સારુ રમી રહ્યા હતા અને તેમને હરાવ્યા પછી અમારા ખેલાડીઓ અને ટીમનો આત્મવિશ્વાસ વધશે. જ્યારે સ્કોરબોર્ડ પર રન હોય તો વિપક્ષી ટીમ પર દબાણ આવી જાય છે.  વિકેટકીપર સરફરાજ અહમદના વખાણ કરતા કપ્તાને કહ્યુ, "માત્ર સરફરાજ જ નહી બધા ખેલાડીઓએ સારુ પ્રદર્શન કર્યુ" 
 
જો કે અમે 30-40 રન ઓછા કરી શક્યા હતા પણ બોલરોએ પોતાનુ કામ સારી રીતે કર્યુ. અમે જાણતા હતા કે મેચ જીતવા માટે અમારે વિકેટ મેળવવી પડશે અને વિપક્ષી ટીમને ઓલઆઉટ કરવી પડશે.  મેચમાં 49 રન બનાવ્યા પછી વિકેટ પાછળ 6 શિકાર કરી મેન ઓફ ધ મેચ બનેલ સરફરાજે ઉર્દુમાં કહ્યુ, "મને આ તક આપવા માટે દુનિયા અને પાકિસ્તાનનો આભાર માનુ છુ. હુ એ બધાનો આભાર માનુ છુ જેણે મારુ સમર્થન કર્યુ.  હુ મારા પરિવારનો પણ આભારી છુ. આ મારી વિશ્વકપની પદાર્પણ મેચ હતી. પણ મુશી ભાઈ(મુશ્તાક અહમદ) એ મારો આત્મવિશ્વાસ વધાર્યો અને કહ્યુ કે મેદાનમાં ઉતરીને તમારી રમતનો આનંદ ઉઠાવો."  
 
પાકિસ્તાનની 5 મેચોમાં આ ત્રીજી જીત છે અને આ મેચના બે અંક લઈને હવે 6 અંકો સાથે તેણે ક્વાર્ટરફાઈનલ માટે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. અંકતાલિકામાં તે ત્રીજા સ્થાન પર આવી ગયુ છે. જો કે દક્ષિણ આફ્રિકા પણ આટલા જ અંકો સાથે બીજા નંબર  પર છે. જો તે એ આ હરીફાઈ જીતી જતુ તો ક્વાર્ટૅરફાઈનલમાં તેનુ સ્થાન પાકુ થઈ જતુ.